Samrat Prithviraj ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું તે સમયેથી અક્ષય કુમારને સોશિયલ મીડિયામાં ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. લોકોનું કહેવું છે કે, અક્ષય કુમાર આ રોલમાં યોગ્ય ભૂમિકા ભજવી ન હતી. પૃથ્વીરાજ ચૌહાણની વાર્તા કહેતી આ ફિલ્મ લોકોનાં દિલ જીતવામાં અસફળ રહી હતી.
પૃથ્વીરાજ ચૌહાણ પર બનાવવામાં આવેલ આ ફિલ્મની વાર્તાને ઉતાવળની સાથે રજૂ કરવામાં આવી હતી. પરંતુ ફિલ્મમાં દર્શાવેલ અમુક દ્રશ્યો રોમાંચક જણાયાં હતાં. ફિલ્મમાં બતાવામાં આવેલ તરાઈનાં બંને યુદ્ધના દ્રશ્યો મર્યાદિત સ્વરૂપે ફિલ્મમાં રાખવામાં આવ્યાં હતાં. 300 કરોડના ખર્ચે બનાવામાં આ ફિલ્મને નિર્દેશક ડૉ. ચંદ્રપ્રકાશ દ્રિવેદીએ ફિલ્મ વિવાદોના સપેટામાં ના આવે તેને ધ્યાનમાં રાખીને બનાવી હતી. જેથી ફિલ્મમાં વધુ પ્રભાવ જોવા મળ્યો ન હતો. આગળ સ્ક્રીનપ્લે વિશે વાત કરીએ તો તેમાં ઘણી અલગતાં જોવા મળી હતી. અક્ષય કુમારે Samrat Prithviraj નાં રોલ યોગ્ય રીત કરવા ઘણી અથાગ મહેનત કરી હતી. જોકે અક્ષયે પોતાની ફિલ્મનું શુટિંગ 40 થી 45 દિવસમાં પૂર્ણ કરી નાખ્યું હતું. આ સાથે ફિલ્મમાં મોહમ્મદ ગોરીનો રોલ પણ આકર્ષક જોવા મળ્યો હતો.