ટેલિકોમ યુઝર્સ માટે સૌથી સસ્તા પ્લાનની વાત કરતાં જણાય કે Jio, Airtel અને Viનું નામ ટોપ પર નથી. આમ તેમાં સરકારી ટેલિકોમ કંપની BSNLનું નામ સૌથી ટોપમાં આવશે. BSNL તેના વપરાશકર્તા માટે ફાયદાકારક થાય તેવા અનેક પ્લાન પ્રદાન કરે છે. ત્યારે BSNLનો એક એવો પ્લાન બહાર પાડવામાં આવ્યો છે કે, તેમાં માત્ર 22 રૂપિયાના રીચાર્જ પર 90 દિવસની વેલિડિટી આપવામાં આવી રહી છે. રૂ. 22 ના પ્લાનમાં રીચાર્જ કર્તાને 90 દિવસની સંપૂર્ણ માન્યતા મળે છે. જેમાં વોઈસ કોલિંગ પ્લાનમાં સ્થાનિક અને STD કૉલ્સ માટે 30 પૈસા પ્રતિ મિનિટ ચૂકવવા પડશે. ત્યારે નોંધનીય છે કે, આ પ્લાન દરેક પ્રદેશમાં ઉપલબ્ધ નથી. આવી સ્થિતિમાં રિચાર્જ કરતા પહેલા તમારે તે કયા વિસ્તારોમાં ઉપલબ્ધ છે તે તપાસવું અનિવાર્ય છે. આ પ્લાનમાં ડેટા અને SMS લાભો આપવામાં આવતા નથી માત્ર વેલિડિટીની સુવિધા તેમાં આપી છે. જ્યારે અન્ય કંપનીના સીમકાર્ડને શરૂ રાખવા અને તેમાં ઈનકમિંગની સુવિધા શરૂ રાખવા માટે રૂ.99 રીચાર્જ કરવું આવશ્યક છે.
Jio-Airtel-Vi ના લધુતમ પ્લાનની સામે શું છે એ જાણીએ.
Jio કંપની 25 રૂપિયાનો પ્લાન ઓફર કરી રહી છે. આ 4G ડેટા વાઉચર છે. આ પ્લાનની વેલિડિટી તમારા એક્ટિવ પ્લાન જેટલી છે. આ ડેટા સમાપ્ત થયા પછી, તમને 64Kbpsની સ્પીડ આપવામાં આવશે. એરટેલ 19 રૂપિયાનો પ્લાન ઓફરમાં 1 દિવસની વેલિડિટી સાથે 1 જીબી ડેટા આપે છે. ઉપરાંત 20 રૂપિયાનાં પ્લાનમાં 14.95 રૂપિયાનો ટોકટાઈમ આપવામાં આવે છે. આગળ Vi વિશે વાત કરીએ તો, 19 રૂપિયાના પ્લાનમાં 1 દિવસની વેલિડિટી સાથે 1 GB ડેટા આપવામાં આવી રહ્યો છે. ઉપરાંત 20 રૂપિયાનો પ્લાન આપવામાં આવી રહ્યો છે જેમાં તમને 14.95 રૂપિયાનો ટોકટાઈમ આપવામાં આવશે. આમ એરટેલ અને VI ના રીચાર્જ પ્લાનમાં કોઈ તફાવત જોવા મળતો નથી.