December 18, 2024
Jain World News
FashionLife Style

Tanning તમારી સુંદરતા બગાડે તે પહેલા અપનાવો આ ઉપાયો

  • Tanning માત્ર તમારી સુંદરતાને બગાડતી નથી પરંતુ કેટલીકવાર તે ત્વચાને પણ બાળી નાખે છે.

  • Tanning દૂર કરવા સૂર્યપ્રકાશના સંપર્કમાં જેટલું બને એટલું આવવાનું ટાળવું.

ઉનાળાની ઋતુમાં ગરમીનો પ્રકોપ વધુ જોવા મળે છે. જેના કારણે સુંદર વ્યક્તિને પોતાનો ગ્લો ઓછો થવાનો ભય રહે છે. ખાસ કરીને મહિલામાં. જેમાં ખીલ, તૈલી ત્વચા, ક્ષતિગ્રસ્ત ત્વચા ઉપરાંત લોકોને ટેનિંગની પણ ઘણી સમસ્યા રહે છે. આમ નિષ્ણાતોએ આ બાબતે ધ્યાન આપી સમસ્યાને દૂર કરવાનો પ્રયાસ કર્યો છે. ઉનાળામાં Tanning  ની સમસ્યા ખૂબ જ સામાન્ય છે. થોડીવાર તડકામાં રહ્યા પછી ત્વચા તરત જ કાળી થઈ જાય છે. જો કે Tanning  ની સમસ્યા માત્ર તડકામાં રહેવાથી જ નથી થતી. પરંતુ ગેસ-ચુલાની સામે ઉભા રહીને લાંબો સમય કામ કરવાથી પણ થાય છે. ધ્યાન રાખો કે ત્વચાના સંપર્કમાં વધુ પડતી ગરમીથી ટેનિંગ થઈ શકે છે. જેને દૂર કરવામાં લાંબો સમય લાગી શકે છે.

Tanning માત્ર તમારી સુંદરતાને બગાડતી નથી પરંતુ કેટલીકવાર તે ત્વચાને પણ બાળી નાખે છે. નિષ્ણાતોના મતે, Tanning એ એક રક્ષણાત્મક પદ્ધતિ છે જ્યાં ત્વચા સૂર્યના સંપર્કમાં આવતા નુકસાનની માત્રા ઘટાડવા માટે મેલાનિન બનાવે છે. જો તમે ટેન ન કરો તો તમારી ત્વચા બળી શકે છે. તે બરાબર એક રક્ષણાત્મક કવચ જેવું કામ કરે છે. જે વૃદ્ધત્વની સમસ્યાઓ સામે રક્ષણ આપવાનું પણ કામ કરે છે. Tanning દૂર કરવા માટે ઘણા ઘરગથ્થુ ઉપચાર છે. જો તમે તેને સમયસર અજમાવો છો તો તમને ઝડપથી ફરક જોવા મળશે.

ટેનિંગ દૂર કરવાનું મહત્વપૂર્ણ ઉપાય :

  • સૂર્યપ્રકાશના સંપર્કમાં જેટલું બને એટલું આવવાનું ટાળવું.
  • ઘરની બહાર જતી વખતે ફુલ બાંયના કપડા પહેરવાથી ટેનિંગની સમસ્યા ઓછી થાય છે. આ સિવાય તમે છત્રીનો ઉપયોગ કરી શકો છો. આ સાથે જે લોકો સતત તડકાના સંપર્કમાં રહે છે તેમને આ પ્રકારની સમસ્યા વધુ રહે છે.
  • અન્ય ઉપાયમાં SUNSCREEN વધુ ઉપયોગી નીવળે છે. જેમાં પહેલા SUNSCREEN લગાવી અને પછી બીજી ક્રીમનો ઉપયોગ કરવાથી ટેનિંગ સામે વધુ ફાયદાકારક રહે છે.

નિષ્ણાતોનું કહેવું છેકે, Tanning થવા પાછળ અલગ અલગ વસ્તુઓ નિર્ભર હોય છે. ક્યારેક Tanning થયા પછી તે અમુક સમય પછી જતું રહે છે. પરંતું કેટલીકવાર એવું ના બની શકે. એટલે Tanning કેટલો સમય સુઘી રહે બે વસ્તુ પર નિર્ભર કરે છે. આમ Tanning ની સમસ્યામાંથી છૂટકારો મેળવવા માટે જેટલું બને એટલું સૂર્યપ્રકાશનાં સંપર્કમાં આવવાનું ટાળવું જોઈએ. ઉપરાંત તેની સામે રક્ષણ માટે SUNSCREEN લગાવી ઉપર પ્રમાણેનાં તેના ઉપાયોને અનુસરવું જોઈએ.

Related posts

વૃદ્ધ ચહેરાને ફરીથી યુવાન બનાવી મેળવો જબરદસ્ત સુંદરતા

admin

ગર્ભવતી મહિલાઓ માટે અસરકારક ભ્રામરી પ્રાણાયામ

admin

કુદરતી સુંદરતા માટે નિયમિત કરો આ આસન, ચમકતી ત્વચા માટે યોગ

Sanjay Chavda

Leave a Comment