April 14, 2025
Jain World News
BusinessFeaturedShare Market

₹20 હજાર કરોડનો અદાણી એન્ટરપ્રાઈઝનો FPO, હિંડનબર્ગ અહેવાલની અદાણી ગ્રુપને માઠી અસર

અદાણી

આજથી રોકાણકારો માટે અદાણી એન્ટરપ્રાઈઝનો 20 હજાર કરોડનો ફોલો ઓન પબ્લિક ઈશ્યુ ખોલવામાં આવ્યો છે. જેમાં 27 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી એફપીઓ ખૂલ્લો રાખવામાં આવશે. જેને લઈને અદાણીને 20 હજાર કરોડ રૂપિયા મળવાની આશા છે. પરંતુ અમેરિકાની કંપની હિંડનબર્ગે એક રિપોર્ટમાં નાણાકીય વ્યવસ્થાને લઈને અનેક આરોપ લગાવ્યા એવા સમયે અદાણીનો એફપીઓ ખોલવામાં આવ્યો હતો. તેવામાં શુક્રવારથી બજાર ખુલતાની સાથે જ અદાણીના શેરોમાં ધોવાણ થવા લાગ્યું હતું. જેને લઈને અદાણીની કેટલીક કંપનીના શરેમાં 5 ટકા સુધીનું ધોવાણ થયું છે.

કંપનીનું દેવુ ચૂકવવા અને મૂડી ખર્ચ ઉપાડવા માટે Adani Group એફપીઓથી મળનારા નાણાનો ઉપયોગ કરશે. આગળ વાત કરીએ તો, અદાણી એન્ટરપ્રાઈઝના એફપીઓ હેઠળ એંકર નિવેશકોએ 5985 કરોડ રૂપિયા મેળવ્યા છે. એંકર બુકની વાત કરીએ તો, અબુ ધાબી ઈનવેસ્ટમેન્ટ ઓથોરીટી, બીએનીપી પરિબાસ આર્બિટ્રેજ, મોર્ગન સ્ટેનલી એશિયા-સિંગાપુર, નોમુરા સિંગાપુર લિમિટેડ અને સિટિગ્રુપ ગ્લોબલનો સમાવેશ થાય છે. આ સાથે એલઆઈસી, એસબીઆઈ લાઈફ ઈન્શોયરન્સ, ભારતીય સ્ટેટ બેંક કર્મચારી પેંશન ફંજે પણ એંકર બુકમાં ભાગ લીધો છે.

અમેરિકાની જાણીતી કંપની દ્વારા Adani Group પર ઘણી મોટી છેતરપિંડી કરી છે તેવા આક્ષેપ કર્યા હતા. ખાસ કરીને રોકાણો પર રિસર્ચ કરતી અમેરિકી કંપની હિડનબર્ગે અદાણી ગ્રુપ પર શેરોની હેરાફેરા કરી છેતરપીંડી આચરાતી હોવાના આરોપ મુક્યા હતા. હિંડનબર્ગ રિસર્ચ કંપનીએ આરોપ લગાવ્યા હતા કે, 218 બિલિયન અમેરિકન ડોલરની નેટવર્થ ધરાવતું Adani Group શેર અને એકાઉન્ટિંગમાં ગેરરીતિ કરતું હોવાનું જણાવ્યું હતું. જેને જવાબ સ્વરૂપે અદાણી ગ્રુપે હિંડનબર્ગ પર અમેરિકા અને ભારતીય કાયદા હેઠળ કાર્યવાહી કરવાનું મુલવી રહી હોવાનું જાહેર કર્યું હતું.

Adani Group પર અમેરિકી કંપની હિંડનબર્ગે ગંભીર આરોપ કરતા અનેક ટ્વીટ કર્યા હતા. આ સાથે હિંડનબર્ગ કંપનીએ અદાણી ગ્રુપ સામે આરોપ કરતા રિપોર્ટમાં 88 સવાલો પૂછ્યા હતા.

આ મામલે અદાણી ગ્રુપે ટ્વીટ કરીને હિંડનબર્ગ કંપનીના અહેવાલને તથ્યોહીન અને ખોટા ઈરાદાથી રજુ કર્યા હોવાના આરોપ લગાવ્યો હતો.

અદાણી ગ્રુપે દ્વારા કરવામાં આવેલી કાનુની કાર્યવાહીની ચીમકી પછી પણ હિંડનબર્ગ અડગ રહી છે. આ સાથે હિંડનબર્ગે કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 36 કલાકથી વધુ સમય થયો છતા અમારા દ્વારા કરવામાં આવેલા 88 આરોપમાંથી એક પણ અદાણીએ જવાબ આપ્યો નથી. ઉપરાંત જણાવ્યું હતું કે, જો અમે કરેલા આરોપ પર અદાણી ગંભીર હોય તો અમેરિકામાં અમારા પર કેસ દાખલ કરવો જોઈએ.

અદાણી એન્ટરપ્રાઈઝ એફપીઓમાં કઈ છે મોટી વાત

  • અદાણી એન્ટરપ્રાઈઝનો એફપીઓનું પ્રાઈસ બેન્ડ 3112-3276 પ્રતિ શેર
  • એફપીઓના એક લોટમાં 4 શેર, ઓછામાં ઓછા 4 શેર લેવા પડે
  • 20 હજાર કરોડના એફપીઓમાં 35 ટકા હિસ્સો રિટેઈલ રોકાણકારો માટે
  • એફપીઓના શેરનું 8 ફેબ્રુઆરી 2023ના રોજ એનએસઈ બીએસઈ પર લીસ્ટીંગ

Related posts

Budget 2023 | આપણે આત્મનિર્ભર ભારત બનાવવું છે : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ

admin

સ્પર્શ મહોત્સવમાં ભારતભરનાં 40 સખી મંડળ ગ્રુપોએ હાજરી આપી | Sparsh Mahotsav 2023

admin

આધાર-PAN લિંક કરવું થશે મોંઘું, 1 જુલાઈ પહેલા લિંક કરો નહિંતર ડંડ ભરવો પડશે

admin

Leave a Comment