આજના ટેક્નોલાજીકના યુગમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ વધુ થઈ રહ્યો છે. ત્યારે Whatsapp એ અનેક ફરિયાદોને ધ્યાનમાં રાખીને 122 એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકી એપ પર નુકસાનકારક પ્રવૃત્તિને વેગ આપનાર અન્ય 16.66 લાખ એકાઉન્ટ્સને પ્રતિબંધિત કર્યા હતાં. મેસેજિંગ પ્લેટફોર્મ Whatsapp એ એપ્રિલ મહિનામાં ભારતીય યુઝર્સના 1.6 મિલિયનથી વધુ એકાઉન્ટ પર પ્રતિબંધ લગાવ્યો છે. કંપનીના માસિક ડિસ્ક્લોઝર રિપોર્ટમાં આ માહિતીને ન્ચાય આપીને ખોટી રીતે એપનો ઉપયોગ કરતાં યુઝર્સનાં એકાઉન્ટ પર પ્રતિબંધન મુક્યો હતો.
Whatsapp રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, “અમે ખાસ કરીને જો આવા એકાઉન્ટ્સ હાનિકારક પ્રવૃત્તિઓમાં રોકાયેલા હોય તો તેને શોધી રહ્યા છીએ અને પ્રતિબંધિત કરી રહ્યા છીએ.” Whatsapp ફ્રેમવર્ક મુજબ, જ્યારે તે માને છે કે વપરાશકર્તા દુરુપયોગ કરી રહ્યો છે ત્યારે આ એપ્લિકેશન એકાઉન્ટને પ્રતિબંધિત કરે છે. રિપોર્ટમાં પણ, “અમારો ધ્યેય આવા એકાઉન્ટ્સને શક્ય તેટલી વહેલી તકે ઓળખી કાઢવા અને તેના પર પ્રતિબંધ મૂકવાનો છે. અમારી પાસે અદ્યતન મશીન લર્નિંગ સિસ્ટમ્સ છે જે એકાઉન્ટને 24 કલાક, અઠવાડિયાના 7 દિવસ પ્રતિબંધિત કરવા પગલાં લે છે.”
કંપનીએ કહ્યું કે તે ઘણા મામલાઓમાં એકાઉન્ટને પ્રતિબંધિત કરે છે. જો કોઈ એકાઉન્ટને યૂઝર્સ તરફથી નેગેટિવ રિએક્શન મળે છે, તો તે પણ પ્રતિબંધિત છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે એપ્સ સિસ્ટમ, એકાઉન્ટને વિકસિત કરે છે અને નકારાત્મક પ્રતિક્રિયા સાથે એકાઉન્ટ પર યોગ્ય પગલાં લે છે. કંપનીએ માર્ચમાં લગભગ 18 લાખ અને ફેબ્રુઆરીમાં 14.26 લાખ ખાતાઓ પર પ્રતિબંધ મૂક્યો હતો. જાન્યુઆરીમાં 18.58 લાખ ભારતીય ખાતાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. અગાઉ, ડિસેમ્બર 2021માં WhatsApp દ્વારા 20.79 લાખ ભારતીય ખાતાઓ અને નવેમ્બરમાં 17.5 લાખને પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા.