અમદાવાદમાં ABVP દ્વારા કોમન યુનિવર્સિટી એક્ટ અંગે પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી હતી. જેમાં કોમન યુનિવર્સિટી એક્ટને લઈને જરૂરી સુધારા-વધારા માટે સંશોધન કમિટી નિમવામાં આવે તેવી માંગ કરવાની સાથે અગ્યારથી વધુ મુદ્દાઓ પર સુજાવ આપ્યા હતા.
કોમન યુનિવર્સિટી એક્ટ લાગુ કરવા માટે ખરડો બહાર પાડવામાં આવે તે પહેલા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત પ્રદેશ દ્વારા કેટલાંક સુજાવો આપ્યા હતા. જેમાં અ.ભા.વિ.પ. એ નવા ગુજરાત યુનિવર્સિટી એક્ટમાં વિદ્યાર્થી પ્રતિનિધિત્વ સ્પષ્ટ સ્થાન હોવાની સાથે ખરડામાં હજુ ઘણા સુધારા-વધારા કરવા જણાવ્યું હતું. કોમન યુનિવર્સિટી એક્ટ લાગુ કરવામાં આવે તે પહેલા શિક્ષણવિદ્, પૂર્વ વાઈસ ચાન્સેલર, વર્તમાન વાઈસ ચાન્સેલર, UGCના પૂર્વ સદસ્ય, સરકાર અધિકારીની એક સંશોધન કમિટી નિમવામાં આવે તેવી માંગ કરી હતી.
હાલમાં જ ગુજરાત સરકાર દ્વારા કોમન યુનિવર્સિટી એક્ટ લાગુ કરવા માટેનો ખરડો(ડ્રાફ્ટ) જાહેર કરવામાં આવ્યો છે, ગુજરાત સરકાર દ્વારા ચોમાસા સત્રમાં આ ખરડો પસાર થવા જઈ રહ્યો છે. કોમન યુનિવર્સિટી એક્ટથી તમામ યુનિવર્સિટીઓ એક ગતિથી એકસુત્રતામાં કાર્ય કરશે. આ એક્ટ સરકાર દ્વારા પબ્લિક ડોમેન પર મુકવામાં આવ્યો છે. જેમાં સક્રિય વિદ્યાર્થી સંગઠન તરીકે અ.ભા.વિ.પ.ના પ્રતિનિધિ મંડળ દ્વારા કેટલાક સુજાવ આપ્યા હતા.
કોમન યુનિવર્સિટી એકટ વિષય ને લઈ અભાવિપ ગુજરાત પ્રદેશ મંત્રી કુ. યુતિબેન ગજરે, કર્ણાવતી મહાનગર મંત્રી ઉમંગ મોજિદ્રા અને ગુજરાત યુનિવર્સિટી અધ્યક્ષ દર્શન પટેલ દ્વારા પ્રેસ વાર્તા સંબોધવામાં આવી. #PressConference#ABVPGujarat pic.twitter.com/MLmuADWHNY
— ABVP Gujarat (@ABVPGujarat) August 2, 2023
કોમન યુનિવર્સિટી એક્ટ અંગે ABVP નાં સુજાવ
- જાહેર ખરડા ના ચેપ્ટર vi માં ઉલ્લેખિત માહિતી મુજબ પ્રવેશ, પરીક્ષા અને પરિણામ માટે સરકારી જાહેરાત કરવામાં આવશે. પરંતુ તેમાં એક જ અભ્યાસક્રમ , એક જ સમયે પરિક્ષા અને એક જ સમયે પ્રવેશ પ્રક્રિયા ઓ કરવામાં આવશે. જેનાથી વિધાર્થી ઓ ને ધણા ખરા અંશે અનુકૂળતા પમ રહેશે. વિધાર્થી ઓને રાજ્યની જ અન્ય રાજ્યકક્ષા યુનિવર્સિટીઓમાં ચાલુ અભ્યાસક્રમમાં એડમીશન ટ્રાન્સફર લેવું સરળ અને ઝડપી બનશે. આવી કોઈ પણ સ્પષ્ટતા કરવામાં આવી નથી જે કરવી જરૂરી છે.
- કેટલાક અંશે આ કોમન યુનિવર્સિટી એક્ટ ને લીધે યુનિવર્સિટીઓની સ્વાયત્તતા પર અસર થવાની સંભાવનાઓ સ્પષ્ટ દેખાઈ રહી છે, જેમા યુનિવર્સિટીઓની મુળભુત સ્વાયત્તતા રહેવી જ જોઈએ. સાથે જ આ એક્ટ હેઠળ યુનિવર્સિટીઓ મા બોર્ડ ઓફ મેનેજમેન્ટની રચના કરવામાં આવશે, જેના ચેરમેન તરીકે ખરડામાં વાઇસ ચાન્સેલર રહશે તેમ જણાવાયું છે. તે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 નું પાલન થતું નથી તેમ જણાય રહ્યું છે. કારણ કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ના પ્રાવધાન 19.2 અંતર્ગત ઉલ્લેખિત માહિતી મુજબ ઉચ્ચતર શિક્ષણ સંસ્થામાં પ્રભાવી પ્રશાસન અને નેતૃત્વ માટે જે બોર્ડ ઓફ ગવર્નન્સ નો ઉલ્લેખ કરેલો છે, તે મુજબ તે સ્થાને કોઈ યોગ્ય પ્રતિષ્ઠિત કે પછી કોઈ સમાજના શ્રેષ્ઠીને તેના ચેરમેન પદ પર નિમાય તે હિતકારક રહેશે. ખરડામાં ઉલ્લેખિત બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં 80% શિક્ષણવિદો 10% સમાજના શ્રેષ્ઠીઓ તેમજ 10% વિદ્યાર્થી પ્રતિનિધિત્વ હોવુ જોઈએ તેવુ વિધાર્થી પરિષદ નુ સ્પષ્ટ માનવું છે. બોર્ડ ઓફ મેનેજમેન્ટ માં 33% ટકા મહિલા અનામતનુંનું પ્રતિનિધિત્વ નક્કી કરવુ જોઈએ. તમામ પ્રકારના લોકોના પ્રતિનિધિત્વથી મોટા પ્રમાણમાં લોકોના પ્રશ્નોનું સમાધાન સરળ બનશે. તમામ પ્રકારના વિવિધ બોર્ડ, વિવિધ સમિતિમાં નિમાયેલ સદસ્યો માટે ની મોટા ભાગની નિમણુંક વાઈસ ચાન્સેલર દ્વારા કરવામાં આવશે. તેનો પણ ફરી વિચાર કરવા યોગ્ય રહશે કારણ કે એક જ વ્યક્તિ દ્વારા આટલી બધી નિમણુક કરવામાં આવશે જે યોગ્ય નથી.
- છાત્ર સંધ ચૂંટણી થવી તે ખૂબ જરૂરી અને આવશ્યક બાબત છે. જેમાં પણ રજીસ્ટર ગ્રેજ્યુએટની નહીં પરંતુ વર્તમાન અભ્યાસરત વિદ્યાર્થી પ્રતિનિધિત્વની ચૂંટણી થવી આવશ્યક છે. તમામ ફેકલ્ટી ના વિદ્યાર્થીઓના પ્રતિનિધિત્વથી જ વિદ્યાર્થીઓનો અવાજ , વિધાર્થીઓની મુશ્કેલીઓ પ્રશાસન સુધી પહોંચાડી તેનું નિરાકરણ લાવવાનું કાર્ય આ છાત્ર સંઘ દ્વારા જ થતુ હોય છે.
- ઉલ્લેખિત ખરડામાં જણાવેલ બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને એક્ઝીક્યુટીવ કાઉન્સિલના સદસ્યો એકંદરે એક સમાન લોકો જ હોય તેમ જણાય રહ્યું છે. તેમજ તેના અંદર ઉલ્લેખિત સરકાર દ્વારા નિમાયેલ સદસ્ય અને ડીન જેવી મહત્વપૂર્ણ જવાબદારીઓ માટે કોઈ પણ પ્રકારના ધારા ધોરણ અને નિયમો જણાવેલ નથી. સાથે સાથે બોર્ડ ઓફ સ્ટડી જેવી મહત્વપૂર્ણ રચના નથી માટે તેની રચના કઈ રીતે કરવી તેનો સમાવેશ આ એક્ટમાં કરવો જોઈએ.
- આ ખરડો સરકારી યુનિવર્સિટી માટે જાહેર થયેલ હોય ત્યારે ખરડાનું નામ “ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ” હોવું વધારે યોગ્ય રહશે.
- જાહેર કરેલ ખરડામાં અંતિમ સત્તા તરીકે સરકારનો ઉલ્લેખ થયેલ છે તેના સ્થાને ચાન્સેલરની અંતિમ નિર્ણય પ્રક્રિયામાં મુખ્ય ભૂમિકા હોવી જરૂરી છે.
- ચેપ્ટર III માં ઉલ્લેખિત યુનિવર્સિટી ઓફિસરમાં – “ધ ડાયરેક્ટર ઓફ સબ કેમ્પસ ઓફ ધ યુનિવર્સિટી, ધ ડાયરેક્ટર ઓફ નોલેજ રીસોઅર્સ સેન્ટર, ધ ડાયરેક્ટર ઓફ ઇનોવેશન ઇક્યુબેશન એન્ડ લિન્કેજ, ધ ડાયરેક્ટર ઓફ લાઈફ લોંગ લર્નિંગ એન્ડ એક્શ્ટેશન, ધ ડાયરેક્ટર ઓફ સ્ટુડન્ટ ડેવલોપમેન્ટ, ધ ડાયરેક્ટર ઓફ સ્પોર્ટ્સ એન્ડ ફીઝીકલ એડ્યુકેશન, ધ ડાયરેક્ટર ઓફ નેશનલ સર્વિસ સ્કીમ, એફીલેટેડ કાઉન્સિલ, ફી રેગ્યુલેશન કમિટી” વગેરેનો પણ સમાવેશ થવો જોઈએ. ફી નિર્ધારણ સમિતિનો ઉલ્લેખ અને તેની ભૂમિકાનો પણ ઉલ્લેખ કરવો જોઈએ.
- આ એક્ટમાં RUSA ની ભૂમિકાનો ઉલ્લેખ થયેલ નથી. જે NEP 2020 મુજબ ખુબ અગત્યનું હોય તેમ જણાય છે તો તેની ભૂમિકાનો ઉલ્લેખ આ એક્ટમાં કરવો.
- આ એક્ટની અંદર વિવિધ પ્રકારની શૈક્ષણિક, બિન-શૈક્ષણિક યુનિવર્સિટી સલંગ્ન સમસ્યાઓ નિવારણ માટે ગ્રીવન્સ કમિટી બનાવવામાં આવે.
- એક્ઝીક્યુટીવ કાઉન્સિલની કાર્યશૈલીમાં પારસ્પરીકતા રહે તે માટે એક એડવાયઝરી એક્ઝીક્યુટીવ કાઉન્સિલની રચના થવી જોઈએ.
- સંપુર્ણ ખરડામાં વિવિધ સ્તરની માહિતી અને શબ્દોની ભૂમિકા સ્પષ્ટ થતી નથી, તે સ્પષ્ટ કરવામાં આવે.
” ગુજરાત સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા કોમન યુનિવર્સિટી એક્ટને લઈને વિદ્યાર્થી પરિષદનું સ્પષ્ટ માનવું છે કે આ એક્ટ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે. આ એક્ટમાં ઘણા સ્થાનો પર ક્યાંકને ક્યાંક રાષ્ટ્રીય શિક્ષણ નીતિથી અલગ નિયમોની રચના કરવામાં આવે છે. ખરડો વિદ્યાર્થી પરિષદ દ્વારા મોકલવામાં આવેલ સુજાવોને ધ્યાનમાં લઈને ફરી મુકવામાં આવે અને ત્યારબાદ જ તેને પારિત કરવાની તજવીજ હાથ ધરવામાં આવી જોઈએ. ” – યુતિબહેન ગજર, ગુજરાત પ્રદેશ મંત્રી