MX Player પરની પ્રખ્યાત સિરીઝ Aashram Season 1 અને 2 જોયા બાદ લોકો તેની નવી સિઝનની આતુરતાથી રાહ જોઈ રહ્યાં હતાં. જેની ક્ષણ હવે પૂરી થઈ છે. Aashram Season 3 જૂન મહિનાની 3જી તારીખે MX Player પર રિલીઝ કરવામાં આવી છે. જેમાં બોબી દેઓલ, ચંદન રોય સાન્યાલ, દર્શન કુમાર, અનુપ્રિયા ગોએન્કા, અદિતિ પોહનકર, ત્રિધા ચૌધરી જેવા કલાકારોથી લઈને એશા ગુપ્તા સુધી ‘આશ્રમ 3’ વેબ સિરીઝ જોવા મળે છે. પ્રકાશ ઝા દ્રારા જબરદસ્ત સિરીઝ બનાવવામાં આવી છે. પહેલાંની બંને સિઝન જોયા બાદ દર્શકોને તેની 3જી સિઝન જોયા સિવાય ચાલે જ નહિં તે રીતે વાર્તાને આગળ રજૂ કરવામાં આવી છે.
આશ્રમ સિરીઝમાં બાબા નિરાલા અને તેના આશ્રમની વાર્તા બતાવવામાં આવી છે. આશ્રમની બે સિઝન બાદ સિરીઝ પર ઘણાં સવાલો ઊભા થયાં હતાં. સાથે આ સિરીઝ ઘણાં વિવાદોમાં પણ રહી હતી. એટલે તેની રજૂ કરવામાં આવેલી સિઝન 3નાં ટાઈટલમાં જ “એક બદનામ આશ્રમ” લખવામાં આવ્યું હતું. સિરીઝની શરૂવાતથી લોકોને ઝકળી નાખે તેવી સ્ક્રિપ્ટ લખવામાં આવી છે. જેમાં કેવી રીતે એક બાબા સરકારનું નિયંત્રણ કરીને પોતાનું મોટું સામ્રાજ્ય ઊભું કરે છે. જેમાં દર્શાવામાં આવ્યું છે કે, બાબા નિરાલા અને ભોપા સિંહે દંભ અને કાળા કૃત્યો દ્રારા પોતાનું સામ્રારાજ્ય અનેકગણું વધાર્યું છે. સાંસ્કૃતિક અને આસ્થાની આડમાં તેણે મોટા ઉદ્યોગપતિઓ અને નેતાઓને પોતાની મુઠ્ઠીમાં લીધા છે.
આશ્રમ 3 માં પમ્મી શરૂઆતથી લઈને બાબા નિરાલા અને તેના સામ્રાજ્યને ખતમ કરવાનાં અથાક પ્રયત્ન કરે છે. જ્યારે બાબા નિરાલાના ઓર્ડરથી આખુ પોલીસ તંત્ર પમ્મી અને તેની સાથે ફરતાં રીપોર્ટરને શોધવામાં લગાડી દેવામાં આવે છે. પરંતું તેઓ અંત સુધી કોઈના હાથમાં આવતા નથી. આ સાથે પમ્મી સાથે થયેલ અત્યાચારની જાણકારી આપતો પત્ર દરેક સરકારી વિભાગોમાં મોકલી ન્યાનની પૂકાર કરે છે. ઉપરાંત Aashram Season 3 માં બાબા નિરાલાને ભગવાનની સમાન સ્થાન આપવામાં આવે છે. અંતે પમ્મી બાબા નિરાલાના કારનામાની એક વીડિયો ક્લીપ વાયરલ કરે છે. ત્યારે કોર્ટ દ્રારા બાબા નિરાલાને કોર્ટ સમક્ષ હાજર રહેવું પડ્યું હતું. છેવટે પમ્મીને ન્યાય મળતો નથી અને બાબા નિરાલા નિર્દોશ માનવામાં આવે છે.
આશ્રમ 3 સિઝન પૂર્ણ થતાં અંતે સિઝન 4નું ટ્રિઝર બતાવવામાં આવ્યું છે. જેમાં પમ્મી ફરીથી આશ્રમમાં જઈને રહે છે. એટલે આ રીતે સિઝન 4નું ટ્રિઝર બતાવવાથી લોકોને વાર્તા સાથે જોડી રાખવાનું કામ કરે છે.