આમ આદમી પાર્ટીનાં ગુજરાત મુખ્યમંત્રી પદના કેન્ડીડેટ ઈસુદાન ગઢવી દ્વારકાથી ચૂંટણી લડશે એવા સમાચાર સામે આવ્યાં હતાં. ત્યારબાદ ઈસુદાન ગઢવી ખંભાળીયાથી ઉમેદવારી નોંધાવી હતી.
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 ને લઈને ગુજરાત રાજકારણમાં મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. વિધાનસભાની ચૂંટણી લઈને દરેક પાર્ટીએ તેનાં ઉમેદવારોની યાદી જાહેર કરી છે. તેવામાં 180 વિધાનસભા સીટ માંથી દરેક પાર્ટી માથી મોટા ભાગના ઉમેદવારોની યાદી જાહેર છે. ત્યારે આમ આદમી પાર્ટીનાં મુખ્યમંત્રી પદનાં કેન્ડીડેટ ઈસુદાન ગઢવીનાં નામની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે હાલ જ સમાચાર સામે આવી રહ્યાં છે કે, AAP નાં CM પદનાં કેન્ડીડેટ ઈસુદાન ગઢવીએ ખંભાળીયાથી ઉમેદવારી નોંધાવી હતી.
ઈસુદાન ગઢવી આપમાં ક્યારે જોડાયા :
ઈસુદાન ગઢવી 16 વર્ષ સુધી પત્રકારત્વ સાથે જોડાયા બાદ આમ આદમી પાર્ટીમાં જોડાયેલાં. તેઓ તેમના મહામંથન શોથી લોકોનાં દીલમાં પોતાનું સ્થાન મેળવ્યા હતાં. એન્કર અને ખેડૂત વર્ગનું પત્રકારત્વ કરવાથી લોકોના સૌથી વધુ લોકપ્રિય બન્યા હતા. આમ પત્રકારત્વની આ છબીએ ગુજરાતનાં દરેક ગામડાઓ સુધી પોતાની આગવી ઓળખ અને લોકોનાં દિલમાં સ્થાન મેળવ્યું હતું. વધુ વાત કરીએ તો, ઈસુદાન ગઢવીએ ત્યારબાદ પોતાના એડિટર પદથી રાજીનામુ આપ્યું બાદ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.આમ 1 જુલાઈનાં રોજ તેમણે ન્યૂઝ ચેનલના એેડિટર પદથી રાજીનામુ આપ્યું હતું. ત્યારપછી તેઓ 14 જુલાઈ 2021ના રોજ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતાં. તે સમયે અરવિંદ કેજરીવાલે ખુદ ટ્વિટર દ્વારા તેઓને પાર્ટીમાં આવકાર્યા હતાં. આમ ઈસુદાન ગઢવી જુલાઈ 2021માં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતાં.