જાણો શું છે જૈન સમાજની 19 માંગણીઓ…
26 નવેમ્બરના રોજ Palitana ના મહાતીર્થ શત્રુંજય ગિરિરાજની તળેટીમાં આવેલા રોહિશાળામાં પ્રભુ આદિનાથ ભગવાનના પ્રાચીન પગલાને અજાણ્યા શખ્સો દ્વારા ખંડિત કરવામાં આવ્યા હતાં. આ સમગ્ર મામલે જૈન સમાજે 18 ડિસેમ્બરના રોજ પાલિતાણામાં મહારેલી યોજી કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું. જેમાં આદિનાથ ભગવાનના પગલાને ખંડિત કરનાર આરોપી સામે સખ્ત કાર્યવાહી કરવાની માંગ સાથે અન્ય 19 માંગણીનો તેમાં ઉલ્લેખ કર્યો હતો. આ વિરોધ પ્રદર્શનમાં 25 હજારથી વધુ જૈન સમાજના લોકો જોડાઈને મૌન રેલી કાઢી હતી.