June 24, 2025
Jain World News
GujaratRajkot

ઉપલેટા નાં ખારચીયા ગામ પાસેથી પસાર થતી વેણુ નદીમાં ડૂબી જવાથી એક પ્રૌઢનું મોત

રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગધેથડ પાસે આવેલો વેણું-2 ડેમ ભારે વરસાદના કારણે ફૂલ ભરાઈ ગયો હતો. ડેમમાં પાણીનું સ્તર વધતા નીચાણાવાળા ગામની નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં લોકોને હેરફેર ના કરવાની સાથે સાવચેત રહેવા અપીલ કરી હતી. આ વચ્ચે ઉપલેટાથી એક મોટા સમાચાર સામે આવ્યા છે.

રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ખારચીયા ગામ પાસેથી પસાર થતી વેણુ નદીમાં પ્રૌઢનું ડૂબી જવાથી મોત નીપજ્યું છે. ખારચીયા ગામ પાસે વેણુ નદીના વહેણમાં પ્રૌઢ ડૂબ્યા હોવાનું જાણવા મળતા સરપંચ, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી ઘટના સ્થળે દોડી આવ્યા હતાં. સ્થાનિક તરવૈયાઓની મદદથી મૃતદેહની શોધખોળ હાથ ધરવામાં આવી છે. ઉપરાંત મિત્રો સાથે ન્હાવા પડેલા યુવકનું મૃત્યુ થયાનો મામલો પણ પ્રકાશમાં આવ્યો છે. રાજકોટ જિલ્લાના જસદણમાં ભાદર નદીમાં મિત્રો સાથે ન્હાવા પડેલા યુવકનું ડૂબી જતા મોત નીપજ્યું હતું. નદીમાંથી મૃતદેહને બહાર કાઢવા ફાયર વિભાગની ટીમ બોલાવી યશ શેખલીયા નામના યુવકનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે જસદણની સરકારી હોસ્પિટલમાં ખેસડવામાં આવ્યો હતો.

Related posts

Chinese Loan App Scam: દસ્તાવેજ વિના લોન આપી તસવીરો વાયરલ કરવાની ધમકી આપતા 3 સાગરિતો દિલ્હીથી ઝડપાયા

admin

Ahmedabad ના ચંદ્રનગરમાં જૈન સમાજના વડીલ વંદના કાર્યક્રમમાં 175 વડીલોનું બહુમાન કરાયું

admin

ગુજરાતી પ્રતિભાને પ્રોત્સાહિત કરવા અને કલાકારોની કલા પ્રદર્શિત કરવાનું પ્લેટફોર્મ એટલે સમુત્થા સાહિત્ય

admin

Leave a Comment