-
તુર્કીના પ્રખ્યાત સોલ્ટ બેએ સોશિયલ મીડિયામાં બિલ શેર કર્યુ
-
બિલની કિંમત ભારતીય રૂપિયામાં 1.36 કરોડ
તુર્કીની પ્રખ્યાત નુસર એટ ગોક્સી ઉર્ફે સોલ્ટ બેએ Abu Dhabi ની એક રેસ્ટોરન્ટનું બિલ સોશિયલ મીડિયા પર શેર કર્યું છે. બિલની રકમ જોઈને લોકો ચોંકી ઉઠ્યા. સોલ્ટ બેએ દ્વારા શેર કરાયેલાં આ બિલ અબુ ધાબીની ચલણમાં 6,15,065 AEDનું થાય છે ભારતીય ચલણમાં આ રકમ લગભગ 1.36 કરોડ રૂપિયા છે.
વર્ષ 2017માં સોશિયલ મીડિયા પર એક મીમ વાયરલ થયા બાદ સોલ્ટ બેએ ચર્ચામાં આવ્યો હતો. આમ તે વાનગીઓમાં ખાસ રીતે મીઠું નાખે છે એ તેમના અલગ અંદાજથી તેઓ સોશિયલ મીડિયા ખૂબ વાયરલ થયા હતા. ત્યારબાદ તે રાતોરાત પ્રખ્યાત થયાં હતા. હાલમાં તે વિશ્વના તમામ મોટા શહેરોમાં રેસ્ટોરાંની ચેઈન ધરાવે છે. વર્ષ 2021 માં, લોકો લંડનમાં તેની રેસ્ટોરન્ટની મોંઘા મેનુની કિંમત વિશે જાણીને આશ્ચર્યચકિત થઈ ગયા. તેમની અબુ ધાબી સ્થિત રેસ્ટોરન્ટના ભાવ પણ કઈ અલગ નથી.
સોશિયલ મીડિયા પોસ્ટ પર લોકોની કોમેન્ટ્સ :
સોલ્ટ બેએ દ્વારા શેર કરવામાં આવેલાં આ મોંઘા બિલની કિંમત જોઈને લોકો ચોંકી ગયાં. ત્યારે સોશિયલ મીડિયાની આ પોસ્ટ પર ઘણાં લોકોએ કોમેન્ટ્સ કરી હતી. એક યુઝરે તેના રિએક્શનમાં લખેલું હતું કે, ” આ તો મુર્ખામી કહેવાય, આ રકમ આખા ગામના લોકોને ભૂખે મરતા બચાવી શકે છે.” ઉપરાંત અન્ય એક યુઝરે કોમેન્ટ કરી હતી કે, હું કેટલો અમીર છું એનાથી કોઈ ફરક પડતો નથી પણ હું આવા ગાંડાપણને સમર્થન આપતો નથી. ત્યારે એક યુઝરે એવું પણ લખ્યું હતું કે, આતો મૂર્ખતાપૂર્ણ અને ધોળા દિવસની લૂંટ કહેવાય. આમ આના પર તમારા શું વિચાર છે?