December 23, 2024
Jain World News
FeaturedNationalNewsWorld News

સુદાન સંઘર્ષ : સુદાનમાં ફસાયેલા ભારતીયો માટે ઓપરેશન કાવેરી બન્યું કવચ, INS સુમેધામાં 278 લોકોની બેચ જેદ્દાહ જવા રવાના થયા

ઓપરેશન કાવેરી

નવી દિલ્હી : સુદાનમાં સેના અને અર્ધલશ્કરી દળો વચ્ચે ચાલી રહેલ સંઘર્ષ અત્યારે અટકે તેમ લાગતું નથી. આવી સ્થિતિમાં ભારત સુદાનમાં ફસાયેલા પોતાના નાગરિકોને સુરક્ષિત પરત લાવવામાં વ્યાસ્ત છે. ઈજિપ્ત, ફ્રાન્સ અને અન્ય દેશોની મદદથી, તે આ તમામ ફસાયેલા મુસાફરોને બહાર કાઢવાનું કામ કરી રહ્યું છે.

ફાન્સે હિંન્સાગ્રસ્ત સુદાનમાંથી સ્થળાંતર અભિયાન હેઠળ કેટલાક ભારતીય નાગરિકો સહિત 28 દેશોના નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવાનું કામ પણ કર્યુ છે. જે તે સમયે, ભારતે ઓપરેશન કાવેરી હેઠળ સુદાનમાં ફસાયેલા લોકોની પ્રથમ બેચને પણ મોકલી છે. પ્રથમ બેચમાં 278 લોકો છે જે INS સુમેધા પર સુદાન પોર્ટથી જેહાદ માટે જવાના થયા છે.

ભારતના વિદેશ મંત્રાલયના ટ્વિટર દ્વારા માહિતી આપવામાં આવી હતી.

સુદાનના ગૃહયુદ્ધમાં અત્યાર સુધીમાં 413 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. તે જ સમયે, આ સંઘર્ષમાં 3,551 થી વધુ લોકો ઘાયલ થયા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ પણ તમામ આંકડાઓની પુષ્ટિ કરી છે. આ સંઘર્ષમાં ઓછામાં ઓછા 9 બાળકો માર્યા ગયા અને 50 થી વધુ ઘાયલ થયા. આવી સ્થિતિમાં અહીં ફસાયેલા ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવાની યોજના બનાવવામાં આવી છે.

સુદાનમાં ગ્રહયુદ્દમાં અત્યાર સુધીમાં 413થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. વલ્ડૅ હેલ્થ ઓર્ગેનાઇશન (WHO) એ પણ તમામ આંકડાઓની પુષ્ટિ કરી છે. આ સંઘર્ષમાં ઓછામાં ઓછા 9 બાળકો માર્યા ગયા અને 50 થી વધુ ગાયલ થયા. આવી સ્થિતિમાં અહીં ફસાયેલા ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવાની યોજના બનાવવામાં આવી છે.

ફ્રેન્ચ દૂતાવાસે સોમવારે કહ્યું કે, ભારત સહિત 28 દેશોમાંથી 388 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. દૂતાવાસે ટ્વીટ કર્યું કે, ફ્રાન્સને ખાલી કરાવવાની કામગીરી ચાલી રહી છે. ગઈકાલે રાત્રે બે સૈન્ય વિમાનો દ્વારા ભારતીય નાગરિકો સહિત 28 દેશોના 388 લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. આ અભિયાન દરમિયાન કેટલા ભારતીયોને બહાર કાઢવામાં આવ્યા તેની માહિતી પ્રાપ્ત થઈ નથી.

શુક્રવારે એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સુદાનમાંથી 3,000 થી વધુ ભારતીયોને સુરક્ષિત બહાર કાઢવા માટે આકસ્મિક યોજનાઓ તૈયાર કરવા સૂચના આપી હતી. ગુરુવારે, વિદેશ મંત્રી એસ. જયશંકરે સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ સાથે સુદાનની સ્થિતિ અંગે ચર્ચા કરી.

Related posts

Sanathal Overbridge નું ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ, અમદાવાદ રિંગ રોડ ટ્રાફિક સમસ્યા હલ થશે

admin

ચાય પે ચર્ચામાં અમિત શાહે અશાંત ધારાના અમલ વિશે શુું કહ્યુ?

admin

મધ્યપ્રદેશના ખડોલ્યામાં આવેલુું કેશર વર્ણિયા શ્રી આદિનાથ ભગવાનનું દેરાસર

admin

Leave a Comment