-
સૂર્યાશોભાવંદના ફાઉન્ડેશન અને ટ્રોથ ઈન્સુરન્સ કંપનાએ વાડિયા ગામની 30થી વધુ દિકરીઓના શિક્ષણની જવાબદારી સ્વીકારી
ગત રવિવારના રોજ અમદાવાદના SG હાઇવે પરના બંધન પાર્ટી પ્લોટ ખાતે સૂર્યાશોભાવંદના ફાઉન્ડેશન અને ટ્રોથ ઇન્સુરન્સનો કાર્યક્રમ યોજાયો હતો. સૂર્યાશોભાવંદના ફાઉન્ડેશન અને ટ્રોથ ઇન્સુરન્સે બનાસકાંઠાના થરાદના વાડીયા ગામની 30 થી વધુ દિકરીઓનો આજીવન શિક્ષણ ઉપરાંત પાયાની જરુરીયાતનો ખર્ચ ઉઠાવવાની જવાબદારી સ્વીકારી હતી. વાડીયા ગામની દિકરીઓના ભવિષ્યની ચિંતા કરતા શારદાબહેને આ દિકરીઓને ભણાવવા માટે વર્ષોથી અથાગ પ્રયત્ન કરી રહ્યા છે. શારદાબહેનના આ કામમાં સૂર્યાશોભાવંદના ફાઉન્ડેશન અને ટ્રોથ ઇન્સુરન્સ સહભાગી બનીને 30થી વધુ દિકરીઓની ભણવાની, રહેવાની, બીજી તમામ જરુરીયાત પુરી કરવામાં આવશે. ઉપરાંત કાર્યક્રમમાં તમામ દિકરીઓને સાથે રાખીને વિવિધ રમત ગમતની એકટીવિટી કરવામાં આવી હતી.
શિક્ષણ એક એવી વ્યવસ્થા જેનાથી સમાજને સક્ષમ બનાવી શકાય. કોઇ પણ વર્ગનું સામાજીક અને આર્થિક પાસું મજબૂત બનાવવા શિક્ષણ એક મૂળભૂત જરુરીયાત છે. બનાસકાંઠાના થરાદના વાડિયા ગામમાં જયાં બહેનોને જે આર્થિક અને સામાજીક શોષણ (દેહવ્યાપાર) જેવા દુષણનું ભોગ બનવુ પડે છે. તે ગામની દિકરીઓને સારુ શિક્ષણ મળશે તો તે આ પ્રકારના દુષણોનુ ભોગ નહી બનવુ પડે. અને સ્વમાન સાથે નોકરી કે બીજુ કામ કરીને પોતાનુ જીવન જીવી શકાય તે હેસુથી સૂર્યાશોભાવંદના ફાઉન્ડેશન હંમેશા એમની સાથે રહેશે. તેવામાં આ દિકરીઓની પ્રાથમિક ભણતરથી કોલેજ સુધી બધી જવાબદારી સૂર્યાશોભાવંદના ફાઉન્ડેશન અને ટ્રોથ ઇન્સુરન્સ દ્વારા લેવામાં આવશે.
સૂર્યાશોભાવંદના ફાઉન્ડેશન આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને ભણાવવાનુ કામ કરે છે. બનાસકાંઠાના થરાદમાં રહેતા શારદાબહેન ભાટી ઘણા સમયથી વાડીયા ગામની દિકરીઓને ભણાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. આ સાથે વાડિયા ગામના ઉત્થાન અને વાડિયા ગામમાં દેહવ્યાપાર બંધ થાય, બાળકોને શિક્ષણ મળે તે માટે પ્રયત્ન કરી રહ્યા છે.
સૂર્યાશોભાવંદના ફાઉન્ડેશનની અન્ય પ્રવૃતિઓ
સૂર્યાશોભાવંદના ફાઉન્ડેશન પર્યાવરણ, શિક્ષણ, સ્વાસ્થય અને બહેનોને રોજગાર આપવાના ક્ષેત્રમાં કામ કરે છે. આ સંસ્થા વૃક્ષરોપણ દ્વારા પ્રકતિનું સંમુતલ જળવાય અને વોટર હાર્વેસ્ટીંગ દ્વારા જળસ્તર વધારવા માટે કામ કરે છે. આર્થિક રીતે પછાત વર્ગના લોકોને સ્વાસ્થય સેવોઓ પુરી પાડવા અને એમના બાળકોના સંર્વાગી વિકાસ થાય તે માટે એમને સારુ શિક્ષણ પુરુ પાડવા માટે કટિબધ્ધ છે. આ સાથે સંસ્થા વિવિધ ક્ષેત્રમાં લોકોને પ્રશિક્ષણ આપી વધુમાં વધુ લોકોને રોજગારી આપવાના ક્ષેત્રમાં પણ કામ કરી રહી છે.