December 18, 2024
Jain World News
FeaturedJain Dharm SpecialJainism

24 તીર્થંકરમાંથી 23 તીર્થંકરોએ દીક્ષા પછી પહેલું પારણું ખીરથી કર્યું હતું

પારણું

400 દિવસ પછી આદિનાથ ભગવાને દીક્ષા પછી પ્રથમ પારણું હસ્તિનાપુરમાં શ્રેયાંસ કુમારે ઈક્ષુ રસથી કર્યું હતું.

અજિતનાથ ભગવાને દીક્ષાના બીજા દિવસે આયોધ્યામાં બ્રહ્મદત્તના હાથે ખીરથી પારણું કર્યું હતું.

સંભવનાથ ભગવાને શ્રાવસ્તી નગરીમાં દીક્ષાના બીજા દિવસે સુરેન્દ્રદત્તના હાથે ખીરથી પારણું કર્યું હતું.

અભિનંદન સ્વામી ભગવાને અયોધ્યા નગરીમાં દીક્ષાના બીજા દિવસે ઈંદ્રદત્તના હાથે ખીરથી પારણું કર્યું હતું.

સુમતિનાથ ભગવાને વિજયપુર નગરમાં દીક્ષાના બીજા દિવસે પદ્મના ખીરથી પારણુ કર્યું હતું.

પદ્મપ્રભ સ્વામી ભગવાને બ્રહ્મસ્થળ નગરીમાં દીક્ષાના બીજા દિવસે સોમદેવના હાથે ખીરથી પારણુ કર્યું હતું.

સુપાર્શ્વનાથ ભગવાને પાટલીખંડ નગરીમાં દીક્ષાના બીજા દિવસે મહેન્દ્રના હાથે ખીરથી પારણુ કર્યું હતું.

ચંદ્રપ્રભ સ્વામી ભગવાને પદ્મખંડ નગરીમાં દીક્ષાના બીજા દિવસે સોમદત્તના હાથે ખીરથી પારણુ કર્યું હતું.

સુવિધિનાથ ભગવાને શ્વેતપુર નગરીમાં દીક્ષાના બીજા દિવસે પુષ્યના હાથે ખીરથી પારણુ કર્યું હતું.

શીતલનાથ ભગવાને રિષ્ટપુર નગરીમાં દીક્ષાના બીજા દિવસે પુનર્વસુના હાથે ખીરથી પારણુ કર્યું હતું.

શ્રેયાંસનાથ ભગવાને સિદ્ધાર્થપુર નગરીમાં દીક્ષાના બીજા દિવસે નંદના હાથે ખીરથી પારણુ કર્યું હતું.

વાસુપૂજય સ્વામી ભગવાને મહાપુર નગરીમાં દીક્ષાના બીજા દિવસે સુનંદના હાથે ખીરથી પારણુ કર્યું હતું.

વિમલનાથ ભગવાને ધાન્યકડ નગરીમાં દીક્ષાના બીજા દિવસે જયના હાથે ખીરથી પારણુ કર્યું હતું.

અનંતનાથ ભગવાને વર્ધમાનપુર નગરીમાં દીક્ષાના બીજા દિવસે વિજયના હાથે ખીરથી પારણુ કર્યું હતું.

ધર્મનાથ ભગવાને સોમનસ્ય નગરીમાં દીક્ષાના બીજા દિવસે ધર્મસિંહના હાથે ખીરથી પારણુ કર્યું હતું.

શાંતિનાથ ભગવાને મંદિરપુર નગરીમાં દીક્ષાના બીજા દિવસે સુમિત્રના હાથે ખીરથી પારણુ કર્યું હતું.

કુંથુંનાથ ભગવાને ચકપુર નગરીમાં દીક્ષાના બીજા દિવસે વાઘ્રસિંહના હાથે ખીરથી પારણુ કર્યું હતું.

અરનાથ ભગવાને રાજપુર નગરીમાં દીક્ષાના બીજા દિવસે અપરાજિતના હાથે ખીરથી પારણુ કર્યું હતું.

મલ્લિનાથ ભગવાને મિથિલા નગરીમાં દીક્ષાના બીજા દિવસે વિશ્વસેનના હાથે ખીરથી પારણુ કર્યું હતું.

મુનિસુવ્રત સ્વામી ભગવાને રાજગૃહી નગરીમાં દીક્ષાના બીજા દિવસે બ્રહ્મદત્તના હાથે ખીરથી પારણુ કર્યું હતું.

નમિનાથ ભગવાને વીરપુર નગરીમાં દીક્ષાના બીજા દિવસે દિન્નના હાથે ખીરથી પારણુ કર્યું હતું.

નેમિનાથ ભગવાને દ્વારિકા નગરીમાં વરદિન્નના હાથે દીક્ષાના બીજા દિવસે ખીરથી પારણું કર્યું હતું.

પાર્શ્વનાથ ભગવાને કોકપટ નગરીમાં ધન્યના હાથે દીક્ષાના બીજા દિવસે ખીરથી પારણું કર્યું હતું.

મહાવીર સ્વામી ભગવાને ફુલ્લાગ સન્નિવેશમાં બહુલદ્વિજના હાથે દીક્ષાના બીજા દિવસે ખીરથી પારણું કર્યું હતું.

જૈન તીર્થંકરોના જીવન વિશેની જાણકારી મેળવવા અહીં ક્લિક કરો

Related posts

JainWorldNews | જાણો પૂજ્ય ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ સાહેબના જીવનની કેટલીક વાતો

admin

જૈન ધર્મના 16માં તીર્થંકર શાંતિનાથ ભગવાન

admin

જો ઈશ્વર નથી તો પછી સંસારની વ્યવસ્થાનો આધાર કોણ? શું ઈશ્વર વિનાનો પણ ધર્મ હોઈ શકે?

admin

Leave a Comment