ગુજરાતના ખૂણે ખૂણે પોતાના અવાજથી ઓળખ ઉભી કરનાર ગુજરાતી ગાયક કલાકાર Kinjal Dave એ પાંચ વર્ષ પહેલા પવન જોશી સાથે સગાઈ કરી હતી. સાટા પદ્ધતિથી Kinjal Dave અને તેના ભાઈ આકાશની સગાઈ કરવામાં આવી હતી. આમ કિંજલના ફિયોન્સ પવનની બહેન સાથે આકાશ દવેની પણ સગાઈ કરવામાં આવી હતી.
પવન જોશીની બહેને કોર્ટ મેરેજ કરતા કિંજલ દવેની પણ સગાઈ તૂટી?
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, કિંજલ દવેની સગાઈ સાટા પદ્ધતિથી કરવામાં આવી હતી. જેમાં તેના ભાઈ આકાશની સગાઈ પવન જોશીની બહેન સાથે કરવામાં આવી હતી. ત્યારે પવન જોશીની બહેને અન્ય જગ્યાએ કોર્ટ મેરેજ કરી લેતા કિંજલ દવેની પણ સગાઈ તૂટી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.
સગાઈ તૂટવાના સમાચાર વાયરલ
તેવામાં સોશિયલ મીડિયામાં કિંજલ દવેની સગાઈ તૂટવાના સમાચાર વાયરલ થઈ રહ્યા છે. કિંજલ દવેએ પાંચ વર્ષ પહેલા પવન જોશી સાથે સગાઈ કરી હતી. જેની રિંગ સેરેમની મિત્રો અને પરિવારજનોની હાજરીમાં અમદાવાદ ખાતે યોજાઈ હતી.
સોશિયલ મીડિયામાં લાખોની સંખ્યામાં કિંજલ દવેના ફોલોઅર્સ
સોશિયલ મીડિયામાં કિંજલ દવેના લાખો ફોલોઅર્સ છે. જેમાં ઈન્સ્ટાગ્રામની વાત કરીએ તો તેમાં 27 લાખ ફોલોઅર્સ અને ફેસબુકમાં 28 લાખથી વધુ ફોલોઅર્સ થરાવે છે. કિંજલ દવે “ચાર ચાર બંગડીવાળી ગાડી લઈ દઉં…” ગીતથી ચાહકોના હ્યદયમાં પોતાનું આગવું સ્થાન મેળવ્યું હતું.
કિંજલ દવેની પિતા હિરા ઘસવાની સાથે ગીતો પણ લખતા
કિંજલ દવેના પિતા હિરા ઘસવાનું કામ કરતા હતા. આ સાથે તેમને ગીતો લખવાનો શોખ હોવાથી તેઓ મિત્ર સાથે મળીને ગીતો લખતા હતા. આમ કિંજલ દવેના પિતા અને મનુ રબારી દ્વારા કિંજલને નાની ઉંમરમાં “જોનડિયો” લગ્નગીત આલબમમાં ગાવાનો મોકો મળ્યો હતો. આ બાદ ગુજરાતભરમાં કિંજલ વધુ પ્રચલિત થઈ હતી.
કેનેડામાં ટૂર કરશે કિંજલ દવે
કિંજલ દવેએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં આ વર્ષે ઓક્ટોબર નવેમ્બરમાં કેનેડામાં ટૂર કરવાની છે. આ સાથે ઈન્સ્ટાગ્રામમાં પોસ્ટ શેર કરતાં લખ્યું હતું કે, ગરબા રાત્રિ માટે તૈયાર થઈ જાજો. આ સાથે ગરબાની મજા માણવા આ તક ચૂકશો નહીં એમ જણાવ્યું હતું. ઉપરાંત, આકર્ષક શો માટે શહેરો નક્કી કરવામાં સહાય કરવા જણાવ્યું હતું.