December 23, 2024
Jain World News
FeaturedGujaratJain Dharm SpecialJainism

છ ગાઉની યાત્રા | છ ગાઉની પ્રદક્ષિણા કઈ રીતે કરી શકાય

છ ગાઉની યાત્રા

છ ગાઉની યાત્રા | જય તળેટીથી શરૂઆત કરીએ તો રામપોળ સુધી પહોચતા 3303 પગથિયા ચઢવાના હોય છે. જ્યારે રામપોળથી દાદાના દેરાસર સુધી બીજા 198 પગથિયા છે. કુલે 3501 પગથિયા ચઢીને દાદાના દર્શન થાય છે. દાદાના દર્શન અને ચૈત્યવંદન કરીને રામપોળની બારીથી નીકળતા આપણી જમણી બાજુએ સોખરી નામની ટેકરી છે, તેના ઉપર દેવકીજીના છ પુત્રોની દેરી છે. ત્યા દર્શન કરીને આગળ ચાલતા અર્ઘો ગાઉ ગયા પછી ઉલખાજલ નામનુ સ્થાન આવે છે. અહી દાદાના સ્નાત્ર-પ્રક્ષાલનુ જલ આવે છે અહી ડાબી બાજુ એક નાની દેરીમા શ્રી આદિનાથ ભગવાનના ચરણપાદુકા છે. ત્યા દર્શન – ચૈત્યવંદન કરીને આગળ જતા પોણો ગાઉ પછી ચિલ્લબણ તલાવડી ( ચંદન તલાવડી) આવે છે. અહીં શ્રી અજિનાથ ભગવાન અને શ્રી શાંતિનાથ ભગવાનના ચરણપાદુકાની દેરી છે. આ બે દેરી પાસે અત્યંત મહિમાવાળી ચિલ્લણ (ચંદન) તલાવડી, તથા કાઉસ્સગ્ગ કરવા માટેની સિદ્ઘ શિલા છે.

પછી આગળ બે માઇલ જતા ભાંડવાનો ડુગર આવે છે, આ શિખર ઉપર એક દેરીમા એક શ્રી આદીશ્વરના ચરણપાદુકાની જોડ તથા શાંબ અને પ્રદ્યુમ્નઘના બે ચરણપાદુકાની જોડ, એમ ચરણપાદુકાની ત્રણ જોડ પ્રતિષ્ઠિત કરેલ છે. ત્યા ચૈત્યવંદન કરીને એક માઇલ નીચે ઉતરતા સિઘ્ઘવડ (નાની જુની તળેટી) છે. અહીં વડ નીચે દેરીમા શ્રી આદિનાથ પભુના ચરણપાદુકા છે ત્યા ચૈત્યવંદન કરવું અહીં છ ગાઉની પ્રદક્ષિણા પુરી થાય છે. | છ ગાઉની યાત્રા

અહીં નજીકમા રહેલા આદપુર ગામની જગ્યામા ફાગણ સુદ 13 ના દિવસે પેઢીના હસ્તક જુદા જુદા ગામના સંઘો અને ભાવિક ભક્તો યાત્રાળુઓની ભક્તિ કરવા માટે પાલ તરીકે ઓળખાતા મંડપ બંઘાવીને તેમા જાત જાતની વસ્તુઓ દ્વારા યાત્રિક ભાઇ બહેનોની સાઘાર્મિકોની ભક્તિ કરે છે.

આ પણ વાંચો : Shatrunjaya ની છ ગાઉની મહાયાત્રા અને ફાગણ સુદ તેરસનું શું છે મહત્વ, જાણો ઈતિહાસની રસપ્રદ વાતો

Related posts

રાજસ્થાનના મેડતાનું વિજય ચિંતામણી પાર્શ્વનાથ શ્વેતાંબર જૈન તીર્થ વર્ષો જૂનું

admin

જૈન ધર્મના ચોથા તીર્થંકર શ્રી અભિનંદન ભગવાન

admin

143 વર્ષ પહેલા Morbi નાં રાજાએ મચ્છુ પરનો ઝૂલતો પુલ બંધાયેલો, જાણો Morbi પુલની કહાની

Sanjay Chavda

Leave a Comment