December 23, 2024
Jain World News
FeaturedNewsWorld News

Australia માં ખાલિસ્તાની સમર્થકો દ્વારા હિંદુ મંદિરમાં તોડફોડ, બે મહિનામાં આ ચોથી ઘટના

Australia
  • Australia માં ખાલિસ્તાન સમર્થકોના નિશાને હિંદુ મંદિરો, બે મહિનામાં મંદિરમાં તોડફોડની ચોથી ઘટના બની

Australia માં ખાલિસ્તાની સમર્થકોએ વધુ એક મંદિરમાં તોડફોડ કરી છે. બ્રિસબેન ખાતે આવેલા શ્રી લક્ષ્મી નારાયણ મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી. જ્યારે બે મહિનાના સમયગાળામાં આવી ચોથી ઘટના પ્રકાસમાં આવી હતી. આમ ગત શનિવારના સવારે શ્રદ્ધાળુ જ્યારે મંદિરે દર્શન કરવા માટે આવ્યા હતા એ સમયે તોડફોડની ઘટના બની હતી.

મંદિર મેનેજમેન્ટ કમિટીના અધ્યક્ષ સતિંદર શુક્લાએ જણાવ્યું હતું કે, લોકોએ તેમને જાણકારી આપવામાં આવી હતી કે મંદિરની દિવાલો તોડફોડ કરાશે. જ્યારે ઘટના વિશે મેનેજમેન્ટની મિટિંગ થયા પછી પોલીસમાં ફરિયાદ પણ કરાશે.

સ્થાનિક મીડિયાના રિપોર્ટ પ્રમાણે

આ ઘટનાને લઈને સ્થાનિક મીડિયા કેટલીક તસવીર શેર કરી હતી. આમ સ્થાનિક મીડિયા રિપોર્ટમાં ઓસ્ટ્રેલિયામાં લાંબા સમયથી રહેતા રમેશ કુમારે જણાવ્યું હતું કે, મંદિર પહોચ્યા ત્યારે જોવા મળ્યું કે તોડફોડ કરવામાં આવી હતી. આ સાથે મંદિરમાં તોડફોડ કરવામાં આવતા રમેશે નારાજગી વ્યક્ત કરી મંદિર પર થતા હુમલાથી પરેશાન હોવાનું જણાવ્યું હતું. ઉપરાંત તેમણે કહ્યું કે, ખાલિસ્થાન સપોર્ટર ઓસ્ટ્રેલિયાના હિંદુ સમુદાયને આતંકિત કરવાનું ષડયંત્ર કરી રહ્યા છે.

Australia નાં હિંદુ સમુદાયને આતંકિત કરવાનો પ્રયાસ

હિંદુ હ્યમન રાઈટ્સના ડાયરેક્ટરના કહેવા પ્રમાણે, આ સિખ ફોર દસ્ટિસનો વૈશ્વિક હેટ ક્રાઈમની લેટેસ્ટ પેટર્ન છે. જેમાં ઓસ્ટ્રેલિયામાં રહેતા હિંદુ સમુદાયને આતંકિત કરવાની પ્રયાસ ચાલી રહ્યો છે. ખાલિસ્તાનની માંગ કરતા પ્રોપેગેન્ડા, ઈલ્લાગલ સાઈ અને સાઈબરબુલિંગથી ડર ઉભો કરવાની પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.

મેલબર્ન સિડની અને બ્રિસબેનમાં મંદિર પર હુમલાની ઘટના

Australia માં રહીને ખાલિસ્તાનને સપોર્ટ કરતા સંગઠન હિંદુ સમુદાય સામે ઘણી વખત ષડયંત્ર કરતા હોય છે. આ ઘટના પર વધુ પ્રકાશ પાડતા વાત કરીએ તો, બ્રિસબેનમાં ઓનરેરી કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની સદસ્ય અર્ચના સિંહે જણાવ્યું હતું કે, 22 ફેબ્રુઆરીના રોજ તેઓ જ્યારે પોતાની ઓફિસે પહોંચ્યા હતા ત્યારે તેમને ત્યા ખાલિસ્તાનનો ઝંડો લાગેલો જોવા મળ્યો હતો. આ પછી તેમણે સ્થાનિક પોલીસને આ બાબતે જાણ કરી હતી. ઉપરાંત આ પહેલા પણ મેલબર્ન, સિડની અને બ્રિસબેનમાં આવેલા મંદિરોમાં હુમલો કર્યાની ઘટના જોવા મળી છે. આ કરવા પાછળ લોકો ખાલિસ્તાન સમર્થકોને જ જવાબદાર માને છે.

 

Related posts

Tirthankara | જૈન ધર્મમાં ચોવિસ તીર્થંકરોના નામ કઈ રીતે પડ્યા, જાણો રહસ્ય

admin

સુદાન સંઘર્ષ : સુદાનમાં ફસાયેલા ભારતીયો માટે ઓપરેશન કાવેરી બન્યું કવચ, INS સુમેધામાં 278 લોકોની બેચ જેદ્દાહ જવા રવાના થયા

admin

Ahmedabad નાં જોધપુરમાં આવેલું શ્રી પ્રેરણા તીર્થ જૈન દેરાસર | Jain Temple

admin

Leave a Comment