-
મોરબી નાં યુવા વકિલ જે. ડી. સોલંકી અને સુરેન્દ્રનગરના યુવા વકિલ હિતેશ પી. ચાવડા દ્વારા જામીન અરજી કરાયેલી
મોરબી પોલીસે 08 ફેબ્રુઆરીના રોજ રફાળેશ્વર માંથી 4.4 કિલો ગાંજો મળી કુલ રૂ.53,300 ના મુદ્દામાલ સાથે બે આરોપીને પકડી પાડ્યા હતાં. આ કેસમાં આરોપીના ત્રણ દિવસના રીમાંડ પૂરા થતા જ્યુડી. કસ્ટડીમાં જેલ હવાલે કર્યા હતા. ત્યારે મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાના વકિલ દ્વારા આરોપીના જામીન મેળવવા માટે અરજી કરતા ડિસ્ટ્રીક્ટ કોર્ટે જામીન મંજુર કર્યા હતા.
પોલીસ ફરિયાદ પ્રમાણે, મોરબીના રફાળેશ્વર ગામના રહેવાસી અમૃતભારથી કાનભારથી ગોસાઈ અને બાબુભાઈ પાલાભાઈ રાઠોડ એ પોતાના મકાનમાં ગેરકાયદેસર રીતે ગાંજાનો જથ્થો રાખ્યો હતો. બાતમીના આધારે મોરબી તાલુકા પોલીસે આરોપી પકડી પાડી નારકોટીક્સ ડ્રગ્સ પદાર્થ અધિનિયમની કલમ 8(સી) અને 20(બી) હેઠળ ગુનો દાખલ કર્યો હતો. આરોપીને ત્રણ દિવસના રીમાંડ બાદ જેલ હવાલે કર્યા હતા.
બંને આરોપીના જામીન મંજુર થાય તે માટે Morbi ના યુવા વકિલ જે. ડી. સોલંકી અને સુરેન્દ્રનગરના યુવા વકિલ હિતેશ પી. ચાવડા દ્વારા ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં જામીન મેળવવા અરજી કરી હતી. ત્યારે ડિસ્ટ્રીક્ટ કોર્ટે બંને આરોપીની જામીન મંજુર કર્યા હતા.