જો તમે ટેકનોલોજીના શોખીન છો તો ચેટ જીપીટી (Chat GPT)નું નામ જરુર સંભાળ્યું હશે અને જો નથી સંભાળ્યું તો કઈ વાંધો નહીં અમે તમને જણાવી દઈએ કે, ચેટ જીપીટી એક ડીપ મશીન લર્નિંગ બોટ છે. એટલે આ તમારા પ્રશ્નોનાં જવાબ આપે છે અને પ્રશ્ન પછી શીખવાડે પણ છે. ટેક વર્લ્ડમાં આ ટેકનિકની ખુબ ચર્ચા થઈ રહી છે. કહેવામાં આવે છે કે, આ ટેકનિક ભવિષ્યમાં ગુગલના સર્ચ એન્જીનને ખત્મ કરી શકે છે. પરંતુ આની શરૂઆત સાથે જ આની સાથે એક વિવાદ ઉભો થયો છે. વિવાદ પણ એવો કે આ ટેકનિક હિંદુ ધર્મનું અપમાન કરે છે.
ચેટ જીપીટી પર આરોપ છે કે, આ ટેકનિકને એ રીતે ડિઝાઈન કરવામાં આવી છે જેનાથી આ હિંદુ ધર્મને અપમાનિત કરે છે. આ ટેકનિક હિંદુ ધર્મને કેવી રીતે નિશાન બનાવે છે. આ સમજ્યા પહેલા તેના વિશે જાણકારી મેળવી લઈએ.
તમારા બધા પ્રશ્નોનો જવાબ આપશે Chat GPT
Chat GPT માં ચેટનો અર્થ તો બધા જ જાણતા હશે. બે લોકો વચ્ચેની વાતચીત. જેમ કે તમે તમારા કોઈ મિત્ર સાથે વોટ્સઅપ પર ચેટ કરો છો તેમ. અહી GPT નો અર્થ છે જેનરેટેડ પ્રી-ટ્રેંડ ટ્રાન્સફોર્મર. ગુગલ સર્ચ એન્જીનની જેમ આની પાસે પણ તમારા બધા પ્રશ્નોના જવાબ છે. તમે આને કોઈ પણ પ્રશ્ન કરો તમને એકદમ સાચો જવાબ આપશે. પરંતુ આને ગુગળ સર્ચ એન્જીન સમજવાની ભૂલ ન કરતા.
અદ્ભુત છે Chat GPT
વિચારી લો કે તમારે ઓફીસથી રજા જોવે છે. બોસને અરજી આપવી છે. કઈ ન કરો ચેટ જીપીટી પર જાઓ સૂચના આપો અને થોડા જ સમયમાં તમારી એપ્લિકેશન તૈયાર થઈ જશે. આ રીતે હોમવર્ક કરવું હોય કે કોઈ આર્ટિકલ લખવો હોય બસ ખાલી પ્રશ્ન કરો અને જવાબ તમને હાજર મળશે. આ તો થયું નાનું કામ તમારે કોઈ વિષય પર કહાની લખવી છે અથવા કોઈ પેપર લખવું છે તો ચેટ જીપીટી આ પણ તૈયાર કરી આપશે એ પણ અલગ અંદાજમાં નવી જ રીતે.
Chat GPT કેવી રીતે કરી રહ્યું છે ધર્મનું અપમાન?
હવે પાછા ફરીયે તે પ્રશ્ન પર કે આ હિંદુ ધર્મને કેવી રીતે અપમાનિત કરી રહ્યું છે. એક રીપોર્ટ અનુસાર, જ્યારે હિંદુ ધર્મ વિશે પ્રશ્ન કરવામાં આવે છે તો Chat GPT માં તેને જવાબ અપમાનજનક મળે છે. તમે વિચારી રહ્યા હશો કે આ ટેકનીક શાયદ બધા ધર્મોની મજાક ઉડાવતી હશે તો આવું નથી. બીજા ધર્મો જેમ કે ઈસ્લામ અથવા ઈસાઈયત પર મજાકને લઈને આને પૂછશો તો ચેટ જીપીટી માફી માંગે છે અને કહે છે કે આ ધાર્મિક ભાવનાને અપમાનિત કરે છે.