December 18, 2024
Jain World News
CricketFeaturedNewsSports

IND vs AUS | બીજી ટેસ્ટની વિકેટને લઈને સામે આવી મોટી જાણકારી, Delhi ની પિચ પર ઓસ્ટ્રેલીયાને તબાહ કરશે ટીમ ઈન્ડિયા!

IND vs AUS
IND vs AUS વચ્ચે ચાલી રહેલ ચાર ટેસ્ટ મેચોની બોર્ડર ગાવસ્કર ટ્રોફીનો બીજો મુકાબલો 17 ફેબ્રુઆરીમાં દિલ્હીના અરુણ જેટલી સ્ટેડીયમમાં યોજાશે. નાગપુરમાં રમાયેલ પહેલા મુકાબલામાં ભારતે ઓસ્ટ્રેલીયાને મેચ જીતવાની કોઈ તક આપી ન હતી અને 132 રનોથી જીત પોતામાં નામે કરી લીધી હતી. ઈવેન્ટ્સમાં ભારત ટીમ દ્વારા બેટ્સમેનો અને બોલરોએ સારું પ્રદર્શન કર્યું હતું. આવો જાણીએ બીજી ટેસ્ટની પીચ રીપોર્ટ અને કઈ ટીમનું પલડું ભારે રહશે.
IND vs AUS : બીજી ટેસ્ટ મેચની વિકેટને લઈને સામે આવી મોટી જાણકારી
દિલ્હીની પીચની વાત કરવામાં આવે તો બેટ્સમેનો માટે આ પીચ સારી ગણવામાં આવે છે, પરંતુ આનો અર્થ એ નથી કે પીચ બોલરો માટે ખરાબ છે. આ પીચ પર હમેશાથી જ સ્પીન બોલરોનું સારું પદર્શન રહ્યું છે. જો પહેલી ટેસ્ટ મેચને જોવામાં આવે તો ભારતનાં સ્પિન બોલરો આ વિકેટ પર એક વખત ફરી

ઓસ્ટ્રેલીયાને પોતાની સ્પિનિંગથી નચાવી શકે છે.

દિલ્હીની પીચ પર ઓસ્ટ્રેલીયાને તબાહ કરશે ટીમ ઇન્ડીયા!

ભારતે પહેલી ટેસ્ટ જીતીને કાંગારુંને બતાવી દીધું કે ભારતને ઓછું આંકવાની ભૂલ તેમના પર કેટલી ભારે પડી છે. ભારત તરફથી પહેલા બોલરોએ અને તે પછી બેટ્સમેનોએ ઓસ્ટ્રેલીયાને પહેલી ટેસ્ટમાં વાપસીનો કોઈ મોકો ન આપ્યો. બીજી બાજુ ઓસ્ટ્રેલીયા બીજી ટેસ્ટમાં વાપસી કરવા માંગે છે. ઓસ્ટ્રેલીયા ટીમમાં શ્રેષ્ઠ બેટ્સમેન અને બોલરો છે જેના દમ પર ટીમ વાપસી કરી શકે છે.

ક્યાં અને ક્યારે જોઈ શકો છો મુકાબલો

ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે રમાઈ રહેલ ચાર ટેસ્ટ મેચોની બોર્ડર ગાવસ્કર ટ્રોફીની બીજી ટેસ્ટ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડીયમમાં 17 થી 21 ફેબ્રુઆરીનાં વચ્ચે યોજાશે. મેચ સવારે 9 વાગ્યે શરુ થશે તમે આ મેચ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક અથવા ,ડિજ્ની પ્લસ હોટસ્ટાર પર લાઈવ જોઈ શકો છો.

બંને ટીમના ખેલાડીઓ

ભારત : રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, કેએસ ભરત (વિકેટકીપર), ઇશાન કિશન (વિકેટકીપર), આર અશ્વિન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, રાવિન્દ્રા જાડેજા, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ, જયદેવ ઉનાદકટ. સુર્યકુમાર યાદવ.

ઓસ્ટ્રેલીયા : પેટ કમીંસ (કેપ્ટન), એશ્ટન એગર, સ્કોટ બોલેંડ, એલેક્સ કેરી, કેમરન ગ્રીન, જોશ હેજલવુડ, પીટર હેન્ડસકોમ્બ, ટ્રેવિસ હેડ, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશાને, નાથન લિયોન, લાંસ મોરીસ, ટોડ મર્ફી, મેથ્યુ રેનર્શા, સ્ટીવ સ્મિથ, મીચેલ સ્વેપસન, ડેવિડ વાર્નર.

ક્યાંં રમાશે આ મેચો

પહેલી ટેસ્ટ મેચ, 9-13 ફેબ્રુઆરી, સવારે 9:30 વાગ્યે, નાગપુર

બીજી ટેસ્ટ મેચ, 17-21 ફેબ્રુઆરી, સવારે 9:30 વાગ્યે, દિલ્હી

ત્રીજી ટેસ્ટ મેચ , 1-5 માર્ચ, સવારે 9:30 વાગ્યે, ઈંડોર

ચોથી ટેસ્ટ મેચ, 9-13 માર્ચ, સવારે 9:30 વાગ્યે, અમદાવાદ

આ પણ વાંચો : Team India માટે ખરાબ સમાચાર, World Cup 2023 માં રમશે રોહિત અને વિરાટનો આ સૌથી મોટો દુશ્મન

Related posts

Congress નો મેનીફેસ્ટો જાહેર, જનતાને આપ્યાં અનેક વચનો

admin

IPL 2022 ફાઈનલમાં ગુજરાત ટાઈટન્સની ભવ્ય જીત, શમીએ ખોલ્યું ચેમ્પિયન થયાનું રહસ્ય

admin

વાતાવરણ । હિમાચલમાં હિમવર્ષાને કારણે દુર્ગમ અને બરફવાળા વિસ્તારોમાં મોકલવામાં આવી રાશનકીટ

admin

Leave a Comment