-
નારિયેળ તેલ ચહેરા પર લગાવવાથી કાળા ડાઘ થઈ જશે છૂમંતર
નારિયેળ તેલ નાં ફાયદા | ચહેરાની સ્કિન ઘણી કોમળ હોય છે. કોમળ હોવાના કારણે ચહેરા પર કોઈપણ પ્રકારની ક્રીમ લગાવતા પહેલા ઘણું વિચારવું પડે છે. વર્તમાન સમયમાં ચહેરા પર કાળા ડાઘ હોવાના ઘણા કેસો જોવા મળતા હોય છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે લોકો હજારો રૂપિયાનો ખર્ચ કરતા હોય છે. જ્યારે કેટલાંક લોકો કેમિકલ બેસ્ટ પ્રોડક્ટ્સનો પણ ઉપયોગ કરે છે. પરંતુ કેમિકલ બેસ્ટ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરતાં લોકોને તેની આડઅસર વિશે કોઈ પ્રકારની જાણકારી હોતી નથી. તેવામાં નિષ્ણાંતોનું જણાવવું છે કે, નેચરલ વસ્તુઓનો ઉપયોગ વધુ હિતાવહ રહે છે. એટલે આપણે એવા કેટલાક નુશ્ખાઓ વિશે જાણકારી મેળવીએ કે, જેને અજમાવતા ચહેરો આલિયા ભટ્ટ (Alia Bhatt) માફક ગ્લો કરે.
ચહેરા પર ડાઘ હટાવવા લગાવો નારિયેળનું તેલ
- ચહેરા પરથી ડાઘ હટાવવા માટે તમે કુદરતી તેલને પસંદ કરો. આમાં નારિયેળનું તેલ ઘણું લાભદાયી માનવામાં આવે છે. આ તેલ ડાઘ નિકાળાવાની સાથે સાથે ચહેરા પર નિખાર લાવવમાં મદદ કરે છે.
- નારિયેળ તેલમાં લોરિક એસિડ હોય છે જેને એંટીબેક્ટેરિયા પ્રોપર્ટીજનું ગણવામાં આવે છે. આ એક્નેન બેક્ટેરિયાને દુર કરવામાં મદદ કરે છે.
- નારિયેળના તેલનાં મદદથી ચહેરો સારી રીતે મોઇશ્ચરાઇઝર્સ થઈ જાય છે. સાથે જ સ્કીનનો બહારનો ભાગ રીપેર થવા લાગે છે.
- સેંસેટીવ સ્કીનવાળા માટે પણ નારિયેળનું તેલ કોઈ ઔષધીથી કમ નથી. આનાથી ત્વચા સારી થઈ શકે છે.
- ચૂંકી નારિયેળ તેલમાં એન્ટીઓક્સિડેસ્ટ હોય છે એટલા માટે ચેહેરા પર કોઈ પણ પ્રકારના જીવજંતુ નથી ચોટતા અને ચેહરો ડાઘ વગરનો થઈ જાય છે.
- જે લોકો મોટાભાગે તડકામાં બહાર નીકળે છે, તેમના માટે નારીયેળનું તેલ ઘણું કામ આવી શકે છે. આ સ્કીન ટેનિંગને હટાવવામાં હકારાત્મક સાબિત થાય છે.
- ઓયલી સ્કીનવાળા લોકો નિષ્ણાંતની સુચના પર જ નારિયેળનું તેલ લગાવવું જોઈએ. આમ તેના ઉપયોગ સામે અન્ય કોઈ સમસ્યા ઊભી ના થાય એનું ધ્યાન રાખવું.