-
ઠંડા વાતાવરણ થી બચવા લોકો ઘરમાં રહેવા બન્યા મજબુર
હિમાચલ પ્રદેશના ઘણા જિલ્લામાં 2 દિવસથી વાતાવરણ સારું ચાલી રહ્યું છે. જો કે, ઘણા જિલ્લાઓમાં હજુ પણ હિમવર્ષા થઇ રહી છે. આવામાં હિમવર્ષાના કારણે ચંબા જિલ્લાના દુર્ગમ અમે બરફવાળા વિસ્તારોમાં જીવનયાપન કરનારા લોકોને રાશન માટે ન ભટકવું પડે એટલા માટે પ્રશાસન દ્વારા આ વિસ્તારોમાં રહેનારા લોકો માટે એડવાન્સમાં રાશન મોકલી દેવામાં આવ્યું છે.
સરકાર દ્વારા મોકલાવામાં આવ્યું રાશન
જનજાતીય વિસ્તાર પાંગીના બરફવાળા વિસ્તારોમાં બરફીલુ વાતાવરણ સર્જાતા જૂન મહિના સુધી રાશન મોકલવામાં આવ્યું છે, તો જ્યારે ભરભોર, સલૂણી અને તીસાના દુર્ગમ એરિયામાં માર્ચ મહિના સુધી રાશન એડવાન્સમાં મોકલવામાં આવ્યું છે. જીલ્લા અન્ન અને પુરવઠા નિયંત્રક પુરષોતમ સિંહએ જણાવ્યું કે ચંબા જિલ્લાના દુર્ગમ અને બરફવાળા વિસ્તારમાં શિયાળામાં ભારે હિમવર્ષા થતા લોકોને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડે છે.ઘણીવાર એટલી હિમવર્ષા થાય છે કે લોકો ઘરથી બહાર પણ નથી નીકળી શકતા. એટલા માટે વહીવટી આદેશ અનુસાર ચંબા જિલ્લાના બરફવાળા વિસ્તારોમાં લોકોને એડવાન્સમાં રાશન આપવામાં આવી રહ્યું છે.
જણાવી દઈએ કે, હિમાચલ પ્રદેશના ઊંચાઈવાળા અને જનજાતીય વિસ્તારોમાં તાજી હિમવર્ષા થઈ છે. જેના કારણે ત્રણ રાષ્ટ્રીય રાજમાર્ગ સહીત 350થી વધારે રસ્તાઓ પરિવહન માટે બંધ થઇ ગયા છે. જ્યારે, અધિકારિઓએ મંગળવારના જાણકારી આપી કે પાછલા 24 કલાકમાં, હિમવર્ષાના કારણે 450થી વધારે રસ્તાઓમાંથી 140 રસ્તાને ખોલી દેવામાં આવ્યા છે. જો કે, 357 રસ્તાઓ હજુ પણ બંધ છે.
જણાવી દઈએ કે, લાહોલ-સ્પીતિમાં સૌથી વધારે 154 રસ્તાઓ, કિન્નોરમાં 73, કુલ્લુમાં 26, ચંબામાં 13, શિમલામાં 86, મંડીમાં ત્રણ અને કાંગડા જિલ્લામાં બે રસ્તાઓ બંધ છે.