-
TikTok નાં Head of Global Business ( North America ) તરીકે સમીર સિંહને નિયુક્ત કરાયા
સોશિયલ મીડિયામાં શોર્ટ વીડિયોનો ક્રેજ વધ્યો છે. ઘણા બધા ક્રિએટરો વીડિયો બનાવીને તેમાંથી આવક મેળવતા થયા છે. આમ શોર્ટ વીડિયો માટે TikTok એ ઘણું જૂનું એપ્લિકેશન છે. પરંતુ TikTok ચાઈનીઝ કંપનીની એપ હોવાથી તેને ભારતમાં બેન કરવામાં આવી હતી. ભારતમાં આ એપ બૈન થયા છતા પણ ભારતીયનો પ્રભાવ ઓછો થયો નથી. ભારતીય મુળના સમીર સિંહને TikTok કંપનીએ ખૂબ જ મહત્વનું પદ આપ્યું છે. ટિકટોક તરફથી તેમને પ્રમોશન આપવામાં આવ્યું. જેમાં તેમને ટિકટોકનાં Head of Global Business ( North America ) તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં છે.
સમીર સિંહ TikTok માં કેટલા સમયથી જોડાયેલા છે
ઓગસ્ટ 2019માં સમીર સિંહ ટિકટોકમાં જોડાયા હતા. આ બાદ તેમને જુલાઈ 2021માં કંપની દ્વારા ગ્લોબલ બિજનેસ હેડનું પદ સોંપવામાં આવ્યું હતું. આ પહેલા તેઓ વર્ષ 2020માં ભારતના સાઉથ એશિયાના TikTok બિજનેસ સોલ્યુશન હેડ તરીકે ફરજ બજાવી હતી. ત્યારબાદ 2020માં ભારતમાં ટિકટોક પર પ્રતિબંધ લગાવી દેવામા આવ્યો હતો. એ વખતે ભારતમાં સૌથી મોટુ શોર્ટ વીડિયો માટેનું પ્લેટફોર્મ ટિકટોક હતું.
શું સમીર સિંહ કંપનીને સંકટ માંથી કાઢી શકશે
સમીર સિંહ ઘણા સમયથી ટિકટોક સાથે જોડાયેલા છે. જ્યારે તેમને કંપની દ્વારા એક મહત્વપૂર્ણ પદ સોંપવામાં આવ્યું છે. જેમાં તેમને ટિકટોક નાં હેડ ઓફ ગ્લોબલ બિજનેસ ( નોર્થ અમેરિકા )નું પદ આપ્યું છે. પરંતુ ટિકટોક અમેરિકામાં તપાસ હેઠળ છે તેવા સમયે તેમને પદ સોંપવામાં આવ્યું હોવાથી કંપનીના સંકટમાંથી તેવો નીકળી શકશે કે નહીં તે જાણવું રહ્યું.
ભારતમાં TikTok કેમ બૈન કરવામાં આવ્યું?
ભારતમાં ટિકટોકનો ઉપયોગ કરતા લોકોના ડેટા ચીનના સર્વર પર સ્ટોર કરવામાં આવતો હોવાનો આરોપ હતો. તેને લઈને ભારત સરકારનું એવું માનવું હતું કે, આ પ્રકારની પ્રવૃત્તિ દેશની એક્તા અને અખંડિતતાને નુકસાન પહોંચાડે છે. તેવામાં મોદી સરકારે વર્ષ 2020 માં ભારતમાં ટિકટોક બૈન કરી દેવામાં આવ્યું હતું. આ સાથે ટિકટોક સિવાયની અન્ય 58થી વધુ ચીની એપ્સને ભારત સરકારે બૈન કરી દીધી હતી.
શું ભારતમાં TikTok ને પાછું લવાશે?
ટિકટોક કંપનીનું એવું કહેવું છે કે, ટિકટોકને ભારતમાં લાવવા માટે ભારત સરકાર સાથે સંપર્ક કરી રહ્યા છે. આ સાથે તેવો ભારત સરકારની બધી ચિંતા અને સમસ્યાઓ પર તેઓ કામ કરીને ટિકટોકને ભારતમાં લાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે.