iPhone 14 Pro | તાજેતરમાં Tech Rax નામની યુટ્યુબ ચેનલેઆઈફોન 14 પ્રો સાથે એક એવો પ્રયોગ કર્યો હતો. જેના વિશે જાણીને તમે પણ ચોકી જશો. તમને જણાવી દઈએ કે આ પ્રયોગ કોઈ ડેમેજ ટેસ્ટથી ઘણો વધારે હતો અને આ જોયા પછી લોકો દંગ રહી ગયા હતા. આ ટેસ્ટ પછી આઈફોન 14 પ્રોની મજબૂતીને લઈને માર્કેટમાં અનેક પ્રકારની ચર્ચા થઇ રહી છે. આજે અમે આ ટેસ્ટમાં મળેલ પરિણામ વિશે જણાવીશું કે આખરે આ શું ટેસ્ટ હતો અને તેનું પરિણામ શું આવ્યું.
iPhone 14 Pro પર ચલાવી ગોળી
તમને વિશ્વાસ નઈ થાય પણ આ યુટ્યુબ ચેનલ પર જે ટેસ્ટ કરવામાં આવ્યો છે તેમાં આઈફોન 14 પ્રો પર ગોળી મારીને તેનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. તમને જણાવી દઈશું કે, આ ટેસ્ટિંગ સુરક્ષિત જગ્યા પર કરવામાં આવ્યું હતું. સુરક્ષિત રીતે કરવામાં આવેલ આ ટેસ્ટિંગમાં થોડેક દૂરથી આઈફોન 14 પ્રો પર ગોળી ચલાવવામાં આવી હતી. ત્યારબાદ જે પરિણામ સામે આવ્યું એ જાણીને તમે દંગ રહી જશો.
જો માર્કેટમાં ઉપસ્થિત કોઈ પણ Smartphone પર તમે ગોલી ચલાવશો તો ફોન ઘણી હદ સુધી ડેમેજ થઈ શકે છે. મોટાભાગના Smartphone પ્લાસ્ટિકના બનેલા હોય છે અને તેવામાં જો ફોન પર ગોળી ચલાવવામાં આવે તો ફોનમાં મોટી મોટી તિરાડો પડી જશે અથવા ટુટીને વેરાઈ જશે. પરંતુ આઈફોન 14 પ્રો સાથે કંઈક અલગ થયેલું જોવા મળ્યું હતું. જેમાં આઈફોન 14 પ્રો સાથે કરવામાં આવેલા આ પ્રયોગની લોકોને પોતાની આંખો પર વિશ્વાસ પણ નહીં થાય.
વાસ્તવમાં જ્યારે iPhone 14 Pro પર બુલેટ ટેસ્ટ કરવામાં આવ્યો હતો ત્યારે આ ફોન સમગ્ર રીતે ખરાબ થયો ન હતો. પરંતુ જ્યા ગોળી વાગી હતી તે જગ્યાએ સામાન્ય ડેમેજ થયેલો જોવા મળ્યો હતો. અંતે એવું જાણવા મળ્યું કે, અન્ય ફોનની તુલનામાં આઈફોન 14 પ્રો (iPhone 14 Pro) ઘણો મજબૂત છે.