December 18, 2024
Jain World News
BudgetFeaturedNationalUncategorized

Budget 2023 | આપણે આત્મનિર્ભર ભારત બનાવવું છે : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ

Budget 2023 | રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગૃહના બંને ગૃહોને સંબોધિત કરી રહ્યા છે. રાષ્ટ્રપતિ મુર્મુએ પોતાના સંબોધનમાં કહ્યું કે, આપણે આત્મનિર્ભર ભારત બનાવવું છે. તેમણે કહ્યું કે, દેશ આઝાદીના સુવર્ણકાળનો આનંદ અનુભવી રહ્યો છે. તેને પ્રગતિના પંથે લઈ જવાનું છે. રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે, સર્જિકલ સ્ટ્રાઈકથી લઈને આંતકવાદ પર કઠોર હુમલા સુધી સરકારે આંતકવાદ વિરુદ્ધ કડક પગલા લીધા છે. તેમણે જણાવ્યું હતું કે, અગાઈ લોકોને ટેક્સ રિફંડ માટે લાંબો સમય રાહ જોવી પડતી હતી. પરંતુ આજે ચિત્ર બદલાયું છે. તમને જણાવી દઈએ કે, આજથી સંસદમાં બજેટ સત્ર શરુ થઈ ગયું છે. નાણામંત્રી નિર્મલા સીતારમન પણ આજે આર્થિક સર્વે રજૂ કરશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે, આઝાદી કે અમૃતકાળમાં દેશ પંચ પ્રાણોની પ્રેરણાથી આગળ વધી રહ્યું છે. ગુલામીના બધા નિશાન અને દરેક માનસિકતાથી મુક્તિ અપાવવામાં અમારી સરકારે નિરંતર પ્રયાસ રહ્યો છે. આ સાથે તેમણે કહ્યું કે, જે ક્યારેક રાજપથ હતું તે આજે કર્તવ્યપથ બન્યું છે.

Budget 2023 : કોઈ પણ ગરીબ ખાલી પેટ ન સુવે ; દ્રૌપદી મુર્મુ

સંસદના સંયુક્ત સત્રમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે, આપણે જોયુ છે કે કોરોના કાળમાં દુનિયાભરના ગરીબ પરિવારને જીવન જીવવું મુશ્કેલ થઈ ગયું હતું. પરંતું ભારત એવા દેશમાનુ એક છે કે જ્યા ગરીબોના જીવન નિર્વાહની સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે અને આ સાથે કોશિશ પણ કરી છે દેશનો કોઈપણ ગરીબ ભુખ્યા પેટ ન સુવે.

Related posts

Himachal Pradesh Election : 68 વિધાનસભા બેઠક માટે આજે હિમાચલ પ્રદેશમાં મતદાન

admin

સ્પર્શ મહોત્સવ 2023 | ભૌતિકતાનો સદુપયોગ માટે વિજયરત્ન સુંદર સુરીશ્વર મહારાજ સાહેબના પુસ્તકો ખૂબ ઉપયોગી બનશે : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

admin

ગાંધીનગર સેશન્સ કોર્ટનો ચુકાદો : દુષ્કર્મ કેસમાં આસારામ દોષિત, અન્ય આરોપી નિર્દોષ

admin

Leave a Comment