-
દિકરીએ તેની મમ્મીને કહ્યું કે, “ચાલોને, કદાચ ત્યાં ગુરુદેવના દર્શન થઈ જાય તો”
-
પદ્મભૂષણ જૈનાચાર્ય વિજય રત્નસુંદરસૂરિ મહારાજ સાહેબના દર્શન થતાં ભાવુક થયા મા-દિકરી
Sparsh Mahotsav 2023 : અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે 15 જાન્યુઆરીથી Sparsh Mahotsav 2023 નો પ્રારંભ થયો છે. આ અંતર્ગત અત્યારસુધીમાં 400 પુસ્તકો અને પ્રવચનો થકી સમાજમાં આગવી ઓળખ બનાવનાર આચાર્ય વિજય રત્નસુંદર સુરીશ્વરજી ની જ્ઞાનવાણીનો લ્હાવો મેળવવા આ મહોત્સવમાં હજારો મુલાકાતીઓ લઈ રહ્યા છે. ત્યારે 22 જાન્યુઆરીના રોજ જૈનાચાર્ય રત્નસુંદર સૂરિ મહારાજ સાહેબના 400માં પુસ્તક “સ્પર્શ” નું વિમોચન કરવામાં આવ્યું હતું. જેમાં કોરોનામાં નિધન પામેલા પિતાની ઈચ્છા પૂરી કરવા એક દિકરી પોતાની મા સાથે Sparsh Mahotsav 2023 માં પહોંચ્યા હતા. જ્યાં મા-દિકરીને આચાર્ય રત્નસુંદર સૂરિશ્વરજી મહારાજ સાહેબના સાક્ષાત દર્શન થતાં ભાવુક થયા હતા. પિતા હંમેશ રત્નસુંદર સૂરિ મહારાજના પ્રવચન સાંભળતા ત્યારે દિકરીને પાસે બેસાડતા અને ગુરુદેવના પ્રવચન સંભળાવતા હતા. પિતાની ઈચ્છા હતી કે ક્યારેક આ ગુરુદેવના રુબરુ દર્શન કરવા છે. પરંતું તેમનું કોરોનામાં નિધન થતા ગુરુદેવના દર્શન કરી શક્યા ન હતા.
પિતાની ઈચ્છા પૂરી કરવા દિકરી મા સાથે Sparsh Mahotsav 2023 પહોંચી :
કોરોનામાં નિધન પામેલા પિતાની દિકરી પોતાની મા સાથે Sparsh Mahotsav 2023 ખાતે પહોંચ્યા હતા. દિકરીએ જણાવ્યું હતું કે, “મારુ નામ રાજવી શાહ છે. હું BBA માં અભ્યાસ કરું છું. મારા પિતા આચાર્ય રત્નસુંદર સૂરિ મહારાજ સાહેબના પ્રવચન સાંભળતા ત્યારે તેઓ મને એક કલાક સુધી ગુરુદેવ (આચાર્ય રત્નસુંદર સૂરિ મહારાજ)ના પ્રવચન સાંભળવા બેસાડતા હતા. આમ તેમને ગુરુદેવ સાથે એક કનેક્શન જોડાઈ ગયુ હતું અને એમનું ડ્રિમ હતું કે મારે જીવનમાં એક વખત ગુરુદેવને મળવું છે. પરંતુ મારા પિતા કોરોનામાં ના રહ્યા. મને એક વીડિયો આવ્યો કે ગુરુદેવની આખી સ્પર્શ નગરી બનાવવાની છે. આમ આ વીડિયો જોઈને મે મારા મમ્મીને એમ કીધુ કે મમ્મી આપણે ત્યાં જવું છે. ચાલોને, કદાચ ત્યાં ગુરુદેવના દર્શન થઈ જાય.”
રાજવીના માતા ભાવુક થતા જણાવ્યું કે, “મારી પણ એવી સ્થિતિ ન હતી કે અહીં હું આવી શકુ. મને બિમારી છે ને હું ચાલી શકુ એમ પણ ન હતું. પરંતુ મારી દિકરીએ કહ્યું કે આપણે પપ્પાની ઈચ્છા પૂરી કરવી છે. આમ દિવ્ય આત્માના આજે અમને દર્શન થયા. આ માટે હું મારી દિકરીનો આભાર માનું છું કે મને અહીં સુધી પહોંચાડી.”
સ્પર્શ મહોત્સવ પુસ્તક વિમોચન : “એકલા સફળ થવાય, પણ એકલાથી સફળ થવાતું નથી” ; જૈનાચાર્ય રત્નસુંદર સુરીશ્વરજી મ.સા.
આચાર્ય વિજય રત્નસુંદર સુરીશ્વરજી મહારાજના દર્શન થતાં મા-દિકરી ખૂબ જ ભાવુક થયા હતા. પિતા ગુરુદેવના પ્રવચન સાંભળતા ત્યારે દિકરીને પ્રવચન સાંભળવા રોજ પાસે બેસાડતા. ગુરુદેવ દર્શન કર્યા બાદ દિકરીએ કહ્યું કે, “હું ધન્ય થઈ ગઈ. મારામાં ડર અને કઈ ન કરી શકવાની બધી માન્યતા દુર થઈ. પરંતું ના, મને હવે એવું લાગે છે કે હું બધું કરી શકું છું. મારા ગુરુદેવ અને મારા પપ્પા મારી સાથે છે. ને હું જ્યાં પણ પહોંચી એમના આર્શીવાદથી જ પહોંચીશ.”
કોરોનામાં નિધન પામેલા પિતાની ઈચ્છા પૂરી કરવા દિકરી પોતાની મા સાથે Sparsh Mahotsav 2023 માં આચાર્ય રત્નસુંદર સૂરિ મહારાજના દર્શન કરવા પહોંચ્યા હતા. જ્યાં તેમને ગુરુદેવના દર્શન થતા ખૂબ જ ભાવુક થતા આંખમાંથી આસુ વહેવા લાગ્યા હતા. અંતે ગુરુદેવના દર્શન થતાં મા-દિકરીએ ધન્યતા અનુભવતા પોતાની લાગણીઓ વ્યક્ત કરી હતી.
5 comments
[…] […]
[…] […]
[…] […]
[…] […]
[…] […]