-
સ્પર્શ મહોત્સવમાં આ છે ખાસ વ્યવસ્થા
સ્પર્શ મહોત્સવના પાંચમા દિવસે ભારતભરનાં 40 સખી મંડળ ગ્રુપોએ હાજરી આપી હતી. જૈન સમાજની આ સખીઓએ સ્પર્શ મહોત્સવમાં ખાસ સ્પર્ધામાં ભાગ લઇને જૈન ઇતિહાસને ફરી યાદ કર્યો હતો. જૈન વર્લ્ડ ન્યુઝની ટીમ સાથે વાત કરતા આ સખીઓએ પોતાની વાત રજું કરી હતી.
અમદાવાદનાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે 10 દિવસીય સ્પર્શ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આચાર્ય રત્નસુંદરસૂરી મહારાજનાં 400માં પુસ્તકનાં વિમોચન પ્રસંગે જૈન સમુદાય આ મહોત્સવમાં આનંદ-ઉત્સાહથી મુલાકાત માટે આવી રહ્યા છે. મહોત્સવનાં ચોથા દિવસે ભારતભરનાં જૈન સખી મંડળ ગ્રુપ માટે ખાસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતુ.
આ સ્પર્ધા અંતર્ગત વિવિધ સખી મંડળ ગ્રુપોએ નેમીનાથ ભગવાનનાં માતા શિવાદેવી અને એમનાં સખીનું પાત્ર ભજવ્યું હતુ. સખી મંડળનાં એક સખીએ જણાવ્યું હતુ કે, સ્પર્શ મહોત્સવમાં સૌ સખીઓએ હાજરી આપીને મહોત્સવમાં ભાગ લીધો હતો. સખીએ જણાવ્યું હતુ કે, જૈન સમાજમાં જન્મેલા નેમીનાથ ભગવાનનાં જમણા પગે શંખ દ્રશ્યમાન થતા માતા શિવાદેવીને જાણ થઇ હતી કે આ બાળક ચક્રવતી છે. શંખએ દિવ્યતાનું પ્રતિક છે.
ભગવાન નેમીનાથની કિર્તિની દિવ્યતા નાનપણમાં જ એમની માતાને જાણ થઇ ગઇ હતી. ભારતભરનાં 40 સખી મંડળો દ્વારા શિવાદેવીનાં ઓવારણા અને જૈન ધર્મનાં ઇતિહાસની ઝાંખી પ્રસ્તુત કરવામાં આવી હતી.
સ્પર્શ મહોત્સવ ની અન્ય ખાસિયતો
સ્પર્શ મહોત્સવ માં આ છે ખાસ વ્યવસ્થા
- સ્પર્શ મહોત્સવ માં જૈન સાધુ-સાધ્વીજી માટે ગોચરી કક્ષની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. સાધુ-સાધ્વીજી દિવસભરનાં વિહાર બાદ પોતાનાં વચન કર્મ પ્રમાણે ભોજન હેતુસર આ ગોચરી કક્ષમાં આવે છે. સ્પર્શ મહોત્સવમાં તૈયાર કરવામાં આવેલાં ગોચરી કક્ષમાં જૈન સાધુ-સાધ્વીજી માટે કેવી વ્યવસ્થા છે તેની વિગત શ્રાવકોએ આપી હતી.
- સ્પર્શ મહોત્સવ માં અત્યાર સુધી પાંચ લાખ લોકો મુલાકાત લઇ ચૂક્યા છે.
- સ્પર્શ મહોત્સવમાં મુલાકાતીઓ અને દર્શનાર્થીઓ માટે વિનામુલ્યે ભોજનની સુવિધા રાખવામાં આવી છે.
- સ્પર્શ મહોત્સવની મુલાકાત માટે બ્રાહ્મી સુંદરી ગ્રુપ મુંબઇ, જૈન એલર્ટ ગ્રુપ મુંબઇની ટીમે જણાવ્યું હતું કે, અમે ત્રણ દિવસ આ મહોત્સવમાં રોકાયા હતા.અમદાવાદ નસીબદાર છે કે આવા મહોત્સવો આ ભૂમિ પર યોજાય છે. આ ભૂમિ પવિત્ર છે.
- સ્પર્શ મહોત્સવની મુલાકાત ભારતનાં ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી તેમજ મોહન ભાગવતજી આવી ચૂક્યા છે.
- આચાર્ય રત્નસુંદર સુરીશ્વરજી મહારાજ સાહેબનાં 400માં પુસ્તકનું વિમોચન થવા જઇ રહ્યું છે. આ 400માં પુસ્તકનું નામ સ્પર્શ રાખવામાં આવ્યું છે.
-
Sparsh Mahotsav 2023 Ahmedabad : ગિરનાર પર્વત પર લાઈટ અને સાઉન્ડ શો આકર્ષણનું કેન્દ્ર