December 21, 2024
Jain World News
AhmedabadFeaturedGujaratJain Dharm SpecialJainismSparsh Mahotsav

Sparsh Mahotsav માં દેશભરમાંથી 250 જેટલી ગૌશાળાને 5 કરોડ રૂપિયાનું અનુદાન આપવામાં આવ્યું

Sparsh Mohotsav
  • Sparsh Mahotsav અંતર્ગત દેશભરમાંથી 250 જેટલી ગૌશાળાને 5 કરોડ રૂપિયાનું અનુદાન

Sparsh Mahotsav 2023 Ahmedabad : અમદાવાદમાં યોજાઇ રહેલા 10 દિવસીય સ્પર્શ મહોત્સવમા ફરી જીવ પ્રેમનું દર્શન થયું હતુ. જૈન ધર્મનાં સિદ્ધાંત અને સેવા કર્મનો મહિમા સમગ્ર વિશ્વ જાણે જ છે. સાથો સાથ સ્પર્શ મહોત્સવ દરમિયાન પણ જીવ દયા પ્રેમીઓએ પોતાનો પ્રાણી પ્રેમ વ્યક્ત કર્યો હતો. 5 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે સ્પર્શ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત અત્યારસુધીમાં 400 પુસ્તકો અને પ્રવચનો થકી સમાજમાં આગવી ઓળખ બનાવનાર આચાર્ય વિજય રત્ન સુંદર સુરીશ્વરજીની જ્ઞાનવાણીનો લ્હાવો મેળવવા આ મહોત્સવમાં હજારો મુલાકાતીઓ લઈ રહ્યા છે.સ્પર્શ મહોત્સવ અંતર્ગત દેશભરમાંથી 250 જેટલી ગૌશાળાને 5 કરોડ રૂપિયાનું અનુદાન આપવામાં આવ્યું હતું.

સ્પર્શ મહોત્સવ અંતર્ગત દેશભરમાંથી 250 જેટલી ગૌશાળાને 5 કરોડ રૂપિયાનું અનુદાન આપવામાં આવ્યું હતું. જેને લઇને સૌ પાંજરાપોળનાં ટ્રસ્ટીઓને આવકારવામાં આવ્યા હતા. આ જ અનુસંધાને કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી શ્રી નીતિન ગડકરી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ખાસ ઉપસ્થિતિમાં સૌને આ અનુદાન રકમ આપવામાં આવી હતી.

જેમ આકાશમાંથી વરસતું પાણી, નદીઓના માધ્યમ થકી સમુદ્રને મળે છે તેમ આપણું અધ્યાત્મ સાધના-ભક્તિના વિવિધ માર્ગો થકી આપણને ભગવાન પાસે પહોંચાડે છે – નીતિન ગડકરી

કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી શ્રી નીતિન ગડકરીએ સ્વામી વિવેકાનંદના સુપ્રસિદ્ધ વચનને ટાંકતા જણાવ્યું હતું કે, જેમ આકાશમાંથી વરસતું પાણી, નદીઓના માધ્યમ થકી સમુદ્રને મળે છે તેમ આપણું અધ્યાત્મ સાધના-ભક્તિના વિવિધ માર્ગો થકી આપણને ભગવાન પાસે પહોંચાડે છે. મૂલ્યનિષ્ઠ સમાજની રચના એ આપણી સંસ્કૃતિના પાયામાં છે. ભગવાનના અવતારો, સંતો, શાસ્ત્રો આ તમામ દ્વારા અત્યારસુધી જીવન નિર્માણનો પ્રયાસ થતો આવ્યો છે. અને એ જ દિશામાં પ્રયાસરત સરકારને ગરીબ, શોષિત, પીડિતની સેવા કરવાની હિંમત મળે અને સૌનું જીવન ઉન્નત બને તેવી શુભપ્રાર્થના અંતે તેમણે કરી હતી.

આચાર્યશ્રી વિજય રત્ન સુંદર સુરીશ્વરજી મહારાજના 400 મા પુસ્તકના વિમોચન પ્રસંગે આયોજિત સ્પર્શ મહોત્સવમાં ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો તે મારા માટે સૌભાગ્યની વાત છે. – ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, અમદાવાદના આંગણે પદ્મભૂષણ આચાર્યશ્રી વિજય રત્ન સુંદર સુરીશ્વરજી મહારાજના 400 મા પુસ્તકના વિમોચન પ્રસંગે આયોજિત સ્પર્શ મહોત્સવમાં ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો તે મારા માટે સૌભાગ્યની વાત છે. આપણે સૌ ભૌતિકતા તરફ આગળ વધી રહ્યા છીએ ત્યારે ભૌતિકતાનો સદુપયોગ કેવી રીતે થાય તે માટે આચાર્ય શ્રી વિજયરત્ન સુંદર સુરીશ્વર મહારાજ સાહેબના પુસ્તકો ખૂબ ઉપયોગી બનશે. જીવનમાં આગળ વધવા માટે સદકાર્યો અને ધર્મકાર્યો કરવા માટે અધ્યાત્માનો સ્પર્શ ખૂબ જરૂરી છે. જીવનમાં ગમે તેટલી ઝડપે ગતિ કરીએ પણ સાચી દિશા જાળવવા માટે સાધુભગવંતોની વાણીનો સ્પર્શ જાળવી રાખીવો જોઈએ.

વિજય રત્ન સુંદર સૂરીશ્વરજીના 400મા પુસ્તકનું ભવ્ય શોભાયાત્રા બાદ વિમોચન થશે

પદ્મભૂષણ આચાર્ય શ્રી વિજય રત્ન સુંદર સૂરીશ્વરજીના 400મા પુસ્તકનું ભવ્ય શોભાયાત્રા બાદ વિમોચન થનાર છે. આયોજિત સમારોહમાં એલિસબ્રિજ વિસ્તારના ધારાસભ્ય શ્રી અમિતભાઇ શાહ અને અન્ય આમંત્રિત મહેમાનો તેમજ જૈન અનુયાયીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ભૌતિકતાનો સદુપયોગ માટે વિજયરત્ન સુંદર સુરીશ્વર મહારાજ સાહેબના પુસ્તકો ખૂબ ઉપયોગી બનશે : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

Related posts

જૈન ધર્મના ચોથા તીર્થંકર શ્રી અભિનંદન ભગવાન

admin

દેશમાં Apple iPhone બનવા લાગ્યાં, આદિવાસી મહિલા તેનું નિર્માણ કરશે : કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ

admin

AMCના ઢોર અંકુશ ખાતાના SI ઢોર ન પકડવાના રૂ.4500 લાંચ લેતા ACBએ દબોચી પાડ્યાં

Sanjay Chavda

Leave a Comment