Sparsh Mahotsav 2023 Ahmedabad : 5 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે સ્પર્શ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત અત્યારસુધીમાં 400 પુસ્તકો અને પ્રવચનો થકી સમાજમાં આગવી ઓળખ બનાવનાર આચાર્ય વિજય રત્ન સુંદર સુરીશ્વરજીની જ્ઞાનવાણીનો લ્હાવો મેળવવા આ મહોત્સવમાં હજારો મુલાકાતીઓ લઈ રહ્યા છે.આ સ્પર્શ મહોત્સવમાં વિવિધ આકર્ષણના કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. જેમાં ગિરનાર પર્વતની પ્રતિકૃતિ પણ બનાવવામાં આવી છે.
સ્પર્શ મહોત્સવ સમિતિના કન્વીનર કલ્પેશ ભાઈ શાહે જણાવ્યું હતું કે, ગિરનાર પર્વતનું તીર્થધામ જૈન સમાજનું આસ્થાનું કેન્દ્ર બન્યું છે. આ ગિરનાર પર્વતની સાથોસાથ ભગવાન નેમિનાથનાં દર્શન કરવાની સંખ્યા પણ દિવસેને દિવસે વધી રહી છે. જૈન ધર્મનાં સન્માનિય દાદા નેમિનાથ ભગવાનના ગિરનાર તીર્થની પ્રતિકૃતિ તૈયાર કરવા માટે 3 મહિનાથી વધું સમય લાગ્યો હતો. જીએમડીસી મેદાનમાં તૈયાર કરવામાં આવેલ ગિરનાર પર્વતનું નિર્માણ સ્પર્શ મહોત્સવ સમિતિ દ્વારા લોખંડ, વાંસ, બાલી, લાકડા, પ્લાસ્ટર ઓફ પેરીસ અને કોટનમાંથી કરવામાં આવ્યું છે.
100 ફૂટની ઉંચાઈએ 300 બાય 300 ફૂટનું પ્લેટફોર્મ પર હજારો ભક્તો દર્શન કરી શકે છે. ભગવાનના અલૌકિક જિનાલયની પણ અદભુત વ્યવસ્થા અહીં દ્રષ્યમાન થાય છે. જિનાલયની આસપાસ 96 થી વધુ સુંદર ડેરી બનાવવામાં આવી છે. પૂજ્ય સાધુ સાધ્વીજી ભગવંતને 100 ફૂટની ઉંચાઈ સુધી લઈ જવા માટે અલગથી રેમ્પ પણ બનાવવામાં આવ્યો છે. આ સાથે દિવ્યાંગો અને બાળકો માટે ગાડીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
અમદાવાદ ખાતે આયોજિત ‘સ્પર્શ મહોત્સવ’ માં પરમ પૂજ્ય આચાર્ય શ્રી વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજ સાહેબ અને સાધુ-સાધ્વીજી ભગવંતોના સાનિધ્યમાં તથા માન. કેન્દ્રીય મંત્રીશ્રી નીતિન ગડકરીની સાથે સહભાગી બનીને મહારાજશ્રીના આશીર્વાદ લઈ તેમની પ્રેરક વાણીનો સ્પર્શ પામવાનો લ્હાવો પ્રાપ્ત થયો. pic.twitter.com/EYgaVPK0KX
— Bhupendra Patel (@Bhupendrapbjp) January 19, 2023
Sparsh Mahotsav 2023 Ahmedabad : શું છે સ્પર્શ મહોત્સવનું આકર્ષણ
સ્પર્શ મહોત્સવમાં 5 મંદિરો, 96થી વધુ ડેરીઓ અને 250 ફૂટ લાંબી ટનલ બનાવવામાં આવી છે. આ ટનલ દ્વારા પ્રવાસીઓ ગિરનાર યાત્રાધામની યાત્રા કરી શકે છે. દરરોજ સાંજે 4 થી 5 3ડી મેપિંગ ટેક્નોલોજી દ્વારા ગિરનાર તીર્થની પ્રતિકૃતિ પર લાઇટ એન્ડ સાઉન્ડ શો બતાવવામાં આવે છે. આ શોમાં જૈન ધર્મની અંતથી ઇતિનાં ઇતિહાસનો સમાવેશ થાય છે. જૈન તત્વજ્ઞાન, જૈન મુનિઓ, જૈન ધર્મ એટલે શું, જીવ પ્રેમ એટલે શું અને આચાર્ય વિજય રત્નસુંદ સૂરી મહારાજનાં 400 પુસ્તકોમાં સમાયેલ વિષયો અને તેમની જીવની દર્શાવે છે.
गुजरात राज्य के गृहमंत्री श्री @sanghaviharsh जी,श्री @mukeshpatelmla जी राज्यकक्षा के मंत्री, स्पर्श महोत्सव दिखाने का अवसर मिला।
पद्मभूषण,पू आचार्यदेव श्रीमद्विजय रत्नसुंदरसूरीश्वरजी महाराज लिखित 400 वीं पुस्तक के विमोचन का स्पर्श महोत्सव को
हृदयस्पर्शी बनाने के लिए पधारिये! pic.twitter.com/QM1XO44MRY— Ritesh Shah (@shahritesh07) January 19, 2023
સ્પર્શ મહોત્સવ (Sparsh Mahotsav 2023 Ahmedabad) સમિતિના કન્વીનર પલકભાઈ શાહે એ પણ જણાવ્યું હતું કે ગિરનાર તીર્થની સામે અદ્દભુત સમવશરણ પણ બનાવવામાં આવ્યું છે. 100 ફૂટ ઉંચા સમવશરણમાં જઈને ભક્તજનો દર્શનનો લાભ લઈ શકશે. જેમાં પવિત્ર સ્પંદનોના સ્પર્શ સાથે સુંદર સુમેળમાં ભગવાનના સ્વરૂપને જોવાનો અવસર મળે છે. સમવસરણની બંને બાજુમાં સરસ્વતી અને મા લક્ષ્મીની મૂર્તિઓ પણ તૈયાર કરવામાં આવી છે.
18 જાન્યુઆરીનાં રોજ રાજ્યનાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ગિરનારનાં દર્શન કર્યા હતા. ગિરનારમાં નેમીનાથ ભગવાનનાં દર્શન કર્યા બાદ આશરે 20 મિનિટ જેટલો 3ડી શો નિહાળ્યો હતો. સ્પર્શ મહોત્સવમાં અત્યાર સુધી આશરે 3 લાખ જેટલા મુલાકાતીઓ આવી ચૂક્યા છે એ જોવું રહ્યું.
1 comment
[…] […]