December 18, 2024
Jain World News
AhmedabadJain Dharm SpecialJainismSparsh Mahotsav

સ્પર્શ મહોત્સવમાં ‘રત્ન સફારી’ પ્રકૃતિ અને Ratna Sundar Maharaj નો પરિચય કરાવે છે

  • લોકો કલાકો સુધી લાઇનમાં ઉભા રહીને રત્ન સફારીમાં 27 મિનિટનો શૉ નિહાળ્યો | Ratna Sundar Maharaj

Ratna Sundar Maharaj | સ્પર્શ મહોત્સવમાં વિવિધ વિષયલક્ષી ડોમ ઉભા કરવામાં આવ્યા છે. આ વિવિધ ડોમ પૈકી રત્ન સફારી નામનાં ડોમમાં જૈન સમાજની વૈવિધ્યતા અને વિશેષતા ઉજાગર થાય છે. ચાલો જાણીએ અમદાવાદનાં જીએમડીસી ગ્રાઉન્ડમાં યોજાઇ રહેલા આ રત્ન સફારીમાં એવું તો શું છે કે લોકો કલાકો લાઇનમાં ઉભા રહીને રત્ન સફારીમાં 27 મિનિટનો શો નિહાળી રહ્યા છે. રત્નસફારીની મુલાકાત લેનાર લોકોએ રત્ન સફારીનો શો અમે ત્રીજી વાર જોવા આવ્યા છે એવું કહ્યું હતું.
રત્ન સફારીની મુલાકાત લેતા લોકો

Sparsh Mahotsav માં રત્ન સફારી નામનાં ભવ્યતાભવ્ય રીતે તૈયાર કરેલા રત્નસફારીનાં ગેટને જોતા જ લોકોને ડોમમાં પ્રવેશવાનાં સ્પપ્ન જગાડે છે. ડોમમાં પ્રવેશતાની સાથે જ મુલાકાતીઓને એવું લાગવા લાગે છે કે જાણે કોઇ પર્યાવરણીય સ્થળ પર આવી ગયા હોવ. પ્રવેશ દ્વારની એન્ટ્રીમાં જ પર્યાવરણની વાત રજું કરતી થીમ રત્ન સફારીમાં આગળ જતા શું આવશે એની સૌ મુલાકાતીઓમાં જીજીવિષા પ્રબળ બનાવે છે.

રત્ન સફારીમાં પ્રકૃતિ અને Ratna Sundar Maharaj ના દર્શન

ટ્રેનમાં બેસતાની સાથે જ મુલાકાતીઓ જાણે હોલિવુડ ફિલ્મ જુરાસિક પાર્કની યાદ અપાવે છે. જુરાસિક પાર્ક એ ડાયનાસોર પ્રજાતિની ઉત્પતિ કેવી રીતે થઇ અને આ મહાકાય પ્રાણીને પ્રાણીસંગ્રહાલયમાં રાખવામાં આવે તો શું થાય એવી ફિલ્મ છે. રત્ન સફારીમાં પણ મુલાકાતી જાણે જંગલમાં આવી ગયો હોય એવું લાગવા લાગે છે. ટ્રેમની આ આશરે 3 મિનિટની સફરમાં જંગલમાં વસતા જીવો,દરિયાઇ જીવોની વાત સાથે જૈન સમુદાય પણ પ્રકૃતિ સાથે જોડાયેલું છે એ વાત વણી લેવાઇ છે.

રત્ન સફારીમાં ટ્રેનમાં બેઠા લોકો

રત્ન સફારીમાં ટ્રેન શો બાદ રત્ન વર્લ્ડમાં લઇ જવાય છે. રત્ન વર્લ્ડ એ Ratna Sundar Maharaj નો પરિચય કરાવે છે. જૈન ધર્મ સાથે જોડાયેલી આસ્થા અને પરમાત્મા પ્રાપ્તિની અનુભૂતિ પ્રથમ સ્થાને દર્શાવે છે. રત્નસુંદરસૂરી મહારાજ કોણ છે? જૈન ધર્મમાં જન્મ લઇને એક બાળક કેવી રીતે રત્નસુંદરસૂરી મહારાજની ઉપાધી ધારણ કરે છે? વર્ષ 2014માં 400 વર્ષનો ઇતિહાસ તુટે છે અને રત્નસુંદરસૂરી મહારાજને ભારત સરકાર સામે ચાલીને ભરૂચ ખાતે એવોર્ડ આપે છે. આચાર્ય રત્નસુંદરસૂરી મહારાજની જીવની અને એમનાં જીવનકલ્યાણનાં કાર્યોની નોંધ જૈન વર્લ્ડ ફિલ્મ શોમાં જણાય છે.

રત્ન સફારીમાં ટ્રેનમાં બેસવાની સાથે જંગલના દર્શન

Sparsh Mahotsav માં રત્નસફારી ડોમ સૌ કોઇને આકર્ષણ જન્માવે એવું છે. રત્નસફારીમાં પ્રવેશતા જાણે પ્રકૃતિ સાથે જોડાઇ ગયા હોવ એવું અનુભૂતિ થાય છે. ચારેય બાજું લીલી વનસ્પતી અને પર્યાવરણીય થિમ જંગલને દર્શાવે છે. એ બાદ ટ્રેન શો તૈયાર કરાયો છે. ટ્રેનની આ સફરમાં બારીની બહાર જંગલ અને દરિયો અનુભવાય છે. એ બાદ જૈન વર્લ્ડની સફરમાં આચાર્ય રત્નસુંદરસૂરી મહારાજની જીવની દર્શાવાઇ છે. જૈન સમાજમાં જન્મેલ એક બાળક કેવી રીતે સરસ્વતી લબ્ધ અને રત્મસુંદરસૂરી મહારાજ બને છે. સાથો સાથ પહેલી વખત કોઇ સરકાર સામે ચાલીને આ મહાત્માને પદ્મભૂષણ એવોર્ડથી સન્માનિત કરે છે.

આ પણ વાંચો : સ્પર્શ મહોત્સવ પુસ્તક વિમોચન | “એકલા સફળ થવાય, પણ એકલાથી સફળ થવાતું નથી” ; જૈનાચાર્ય રત્નસુંદર સુરીશ્વરજી મ.સા.

Related posts

વર્ષીતપ ઉપવાસ કેમ કરવામાં આવે છે? જાણો વર્ષી તપ એટલે શું?

admin

સ્પર્શ મહોત્સવ : આવતી કાલે આઠ મુમુક્ષુ સંસારનો ત્યાગ કરીને દિક્ષા લેશે | Sparsh Mahotsav Ahmedabad

admin

Ahmedabad ના ચંદ્રનગરમાં જૈન સમાજના વડીલ વંદના કાર્યક્રમમાં 175 વડીલોનું બહુમાન કરાયું

admin

2 comments

Leave a Comment