Ahmedabad : Gujarat University ના ભાષા સાહિત્ય ભવન ખાતે કલાસર્જન સંદર્ભે રૂપવિચારણા વિષય પર વ્યાખ્યાન કાર્યક્રમ યોજાયો. જેમાં ગુજરાત યુનિવર્સિટીના વિવિધ ભવન અને વિભાગોના અધ્યાપકો, ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ સહિત Phd સ્કોલર ઉપસ્થિત રહ્યા હતા.
અમદાવાદના ગુજરાત યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગ ભાષા-સાહિત્ય ભવન ખાતે ‘સઘન સ્વાધ્યાય વ્યાખ્યાન શ્રેણી’ અંતર્ગત ‘કલાસર્જન સંદર્ભે રૂપવિચારણા’ વિષય પર વ્યાખ્યાન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પ્રૉ. મણિલાલ પટેલનું વ્યાખ્યાન યોજાયું હતું. જેમાં પ્રૉ. મણિલાલ પટેલની નજર સમક્ષના વિવિધ ઉદાહરણો જેવા કે માટી, પથ્થર, છોડ વગેરે દ્વારા કલાસર્જન કરવામાં આવ્યું હતું. આ સાથે વિવિધ સામગ્રી દ્વારા કેવી રીતે રૂપનિર્માણ પામી શકાય તે વાતને રસમય રીતે રજૂ કરતા જણાવ્યું હતું કે, “સાહિત્યની સામગ્રી લોકારણ્યમાંથી પ્રાપ્ત થાય છે.”
કાર્યક્રમમાં વિવિધ ભવનના અને વિભાગના અધ્યાપકો, ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને પીએચ. ડી સ્કોલર ઉપસ્થિત રહીને કાર્યક્રમનો લ્હાવો લીધો. કાર્યક્રમનું સંચાલન ગુજરાતી વિભાગના અધ્યાપક ડૉ. ચીમનલાલ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.