Ahmedabad : આણંદજી કલ્યાણજી પેઢી ખાતે Mumbai અને Ahmedabad Jain સંગઠનની મીટિંગ યોજાઈ, 19 મુદ્દે સરકારને ત્રણ દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું.
શું જૈન અગ્રણીના મૌન છે? પાલિતાણાના જૈન દેરાસરની ઘટના લઈને સમગ્ર જૈન સમાજમાં નારાજગી જોવા મળી રહી છે. મહાતીર્થ શેત્રુંજય ગિરિરાજની તળેટીમાં આવેલા રોહિશાળામાં પ્રભુ આદિનાથના પ્રાચીન ચરણ પાદુકાને અજાણ્યા શખ્સોએ ખંડિત કર્યા હતાં. ઉપરાંત ગિરિરાજ પર ગેરકાયદેસર ખનન, દારુનું વેચાણ અને અસામાજિક તત્વોના વિરોધમાં પાલિતાણા સહિત અનેક જગ્યાએ જૈન સમાજની મીટિંગ અને રેલી યોજાઈ હતી. ત્યારે અમદાવાદમાં શેઠ આણંદજી કલ્યાણજી પેઢી ખાતે અમદાવાદ અને મુંબઈના જૈન સમાની મીટિંગ યોજાઈ હતી. જેમાં પેઢીના ટ્રસ્ટીઓ સહિત જૈન સમાજના અગ્રણી હાજર રહ્યા હતા. અમદાવાદમાં આણંદજી કલ્યાણજી પેઢી ખાતે મુંબઈ મહાસંગઠન અને અમદાવાદ જૈન સંગઠનની મહત્વપૂર્ણ મીટિંગ યોજાઈ હતી. જેમાં પેઢીનાં ટ્રસ્ટીઓ, મુંબઈ અને અમદાવાદના જૈન સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. મીટિંગમાં ગિરિરાજની રક્ષાને લઈને હવે પછી શું કાર્ય કરવા તે માટેની ચર્ચા કરવામાં આવી હતી.