June 24, 2025
Jain World News
Crime NewsNational

ડ્રાઈવિંગ કરતી વખતે ઊંઘ આવે તો એલર્ટ કરશે આ સિસ્ટમ, રુષભ પંત જેવી ઘટના બીજા કોઈ જોડે ના ઘટે તે માટે સરકારની તૈયારી

ઉત્તરાખંડ પોલીસની પ્રાથમિક તપાસમાં જણાયું કે ક્રિકેટર રિષભ પંતની કારનો અકસ્માત ઊંઘવાને કારણે થયો હતો. ત્યારે આવા અકસ્માતો રોકવા માટે ભારત સરકાર ખાસ સિસ્ટમ ફરજિયાત બનાવી શકે છે. આ પ્રકારની ખાસ સિસ્ટમ કાર, ટ્રક અને બસોમાં સ્થાપિત કરવું ફરજિયાત હોઈ શકે. જેમાં જો ડ્રાઈવર ડ્રાઈવ કરતી વખત ઊંઘી જાય તો તેને Drowsiness Alert System માંથી એક ઓડિયો સંભળાશે અને તે ઓડિયો ડ્રાઈવરને ચેતવણી આપશે. આમ આ સિસ્ટમ માટેના ધોરણો તૈયાર કરવામાં આવી રહ્યા છે.

ઘણા બધા દેશોમાં આવા પ્રકારની સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. જેમાંથી કેટલીક સિસ્ટમમાં સ્ટીયરિંગ પેટર્નનું નિરીક્ષણ કરે છે. ઉપરાંત ઘણી એવી સિસ્ટમ પણ જોવા મળે છે જેમાં જો ડ્રાઈવરની આંખો અને ચહેરા પર ઊંઘ વર્તાય તો તરત જ તેને ઊંઘની આગાહી સિસ્ટમ દ્વારા મળી જાય છે. તેવામાં ડ્રાઈવિંગ કરતી વખત આંખ બંધ થઈ જવી ખૂબ જ જોખમી છે.

Drowsiness Alert System માટે નિષ્ણાત સમિતિએ ઓટોમોટિવ ઇન્ડસ્ટ્રી સ્ટાન્ડર્ડ (AIS)નો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. તે ટૂંક સમયમાં પ્રતિસાદ માટે જાહેર ડોમેનમાં મૂકવામાં આવશે. ત્યારે સૂત્રોના જણાવ્યા અનુસાર આ પ્રકારની સિસ્ટમ ક્યારે લાગુ કરવામાં આવશે કે કેમ અને આવી એલર્ટ સિસ્ટમ ઈન્ટોલ કરવી ફરજિયાત હશે કે કેમ બાબતે નિર્ણય લેવામાં આવશે.

Related posts

વેપારીએ વ્યાજે  ₹25 લાખ લીધા અને વ્યાજખોરની ₹3.66 કરોડની માગ, અંતે વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવી

admin

લોકકલાકાર દેવાયત ખવડની ફરિયાદ છેક PMO સુધી પહોંચી

admin

પૂર્વ મંત્રી જવાહર ચાવડાના ભાઈનો બંગલો પચાવવાનો પ્રયાસ કરેલો ઠગ કિરણ પટેલે, કિરણ પટેલ ની ધરપકડ બાદ અનેક ખુલાસા બહાર આવ્યા

admin

Leave a Comment