June 24, 2025
Jain World News
Covid UpdateNationalNews

PM Narendra Modi ની અધ્યક્ષતામાં Corona મુદ્દે આજે હાઈલેવલની બેઠક

ચીન, અમેરિકા અને ફ્રાન્સ સહિતના દેશોમાં કોરોનાએ ફરી ઉથલો માર્યો છે. જેથી ભારત સહિત વિશ્વના અનેક દેશો કોરોનાના વધતા કેસોને લઈને ચિંતામાં મુકાયા છે. કોરોનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને PM નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં દિલ્હી ખાતે હાઈલેવલ બેઠક યોજાશે. આ બેઠકમાં સમગ્ર વિશ્વ સહિત દેશમાં કોરોનાની સ્થિતિ તેમજ તૈયારીઓને લઈને મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવશે.

ચીનમાં ઉભરી રહેલી સ્થિતિને લઈને WHO ખૂબ જ ચિંતિત :

WHOના વડા ઘેબ્રેયસિસ બુધવારે સાપ્તાહિક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, ‘વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન ચીનમાં ઉભરી રહેલી સ્થિતિને લઈને ખૂબ જ ચિંતિત છે.’ આ સાથે તેમણે કહ્યું, ‘અમે ચીનને ડેટા શેર કરવા અને અમારા દ્વારા કરવામાં આવેલા અભ્યાસને અમલમાં મૂકવાની વિનંતી કરવાનું ચાલું રાખીશું.

આ સાથે WHO વડા ઘેબ્રેયસિસે સમગ્ર દેશમાં સૌથી વધુ જોખમ ધરાવતા લોકોને રસ પૂરી પાડવા ચીનને વિનંતી કરી છે. વિશેષમાં તેમણે જણાવ્યું કે, કોવિડ-19 નાં એક વર્ષમાં વધી રહેલા વેગ સામે આપણી સ્થિતિ ઘણી સારી છે. પરંતુ જાન્યુઆરીના અંતમાં ટોચ પર હોવાથી સાપ્તાહિક નોંધાયેલા કોવિડ-19 મૃત્યુની સંખ્યામાં લગભગ 90 ટકા ઘટાડો થયો છે. બીજુ એ કે, ચીન, જાપાન, અમેરિકા, દક્ષિણ કોરિયા અને બ્રાઝિલમાં છેલ્લા અઠવાડિયામાં કોરોના વાયરસના કેસમાં અચાનક જ તીવ્ર વધારો જોવા મળ્યો છે. જેથી WHO એ વિશ્વભરમાં ફરીથી એકવાર રસીકરણની ગતિ વધારવા પર ભાર મૂક્યો છે.

Omicron સબ-વેરિયન્ટ BF.7 લક્ષણો :

Omicron ના સબ-વેરિયન્ટ BF.7 (Omicron Sub-variant BF.7) લોકોને ઝડપથી પકડી શકે છે, પરંતુ તે બહુ ખતરનાક નથી અને તેના લક્ષણો ઓમિક્રોનના જૂના પ્રકારો જેવા જ છે. તેના લક્ષણોમાં દર્દીઓમાં ગંભીર ગળામાં ચેપ, શરીરમાં દુખાવો, હળવો અથવા ખૂબ જ તાવ આવે છે.

Related posts

આવકવેરા વિભાગની 90 હજાર નોટિસને સુપ્રીમ કોર્ટે આપી માન્યતા

admin

Christ the Redeemer Statue | જીસસના વિશાળ સ્ટેચ્યુ પર પડી વીજળી, કેમેરામાં કેદ થયાં ચોકાવનારા દ્રશ્યો

admin

વાતાવરણ । હિમાચલમાં હિમવર્ષાને કારણે દુર્ગમ અને બરફવાળા વિસ્તારોમાં મોકલવામાં આવી રાશનકીટ

admin

Leave a Comment