June 24, 2025
Jain World News
AhmedabadGujarat

ગુજરાત યુનિવર્સિટી અને ઉડાન ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે VISION GPSC કાર્યક્રમનું આયોજન

સરકારી ભરતીમાં સફળ થવા માટે યુવા વર્ગ સતત પ્રયત્નશીલ રહ્યાં છે. ત્યારે વિવિધ સરકારી ભરતીની તૈયારી કરતાં વિદ્યાર્થીઓની સંખ્યા દિવસેને દિવસે વધતી જાય છે. અનેક પ્રાઈવેટ ક્લાસિસમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવવામાં આવે છે. જેમાં આપવામાં આવતા માર્ગદર્શન સાથે વિદ્યાર્થીઓની અથાગ મહેનત થકી તેઓ પરીક્ષામાં ઉતીર્ણ થાય છે. પરંતું કેટલાક વિદ્યાર્થીઓ તેમાં સફળ થઈ શકતા નથી. ત્યારે ગુજરાત યુનિવર્સિટી અને ઉડાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા VISION GPSC કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ સરકારી ભરતીમાં કઈ રીતે સફળ થવું તેનું માર્ગદર્શન ગુજરાત જાહેર સેવા આયોગના પૂર્વ ચેરમેન દિનેશ દાસા અને ડી.સી.પી. સફીન હસન આપશે.

અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી અને ઉડાન ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે VISION GPSC 2022 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ આવતી કાલ એટલે કે શનિવારના રોજ ગુજરાત યુનિવર્સિટીના સેનેટ હોલ ખાતે બપોરના 12 વાગ્યે યોજાશે. જેમાં સરકારી ભરતીની તૈયારી કરતાં વિદ્યાર્થીઓને ગુજરાત જાહેર સેવા આયોગના પૂર્વ ચેરમેન દિનેશ દાસા અને ડી.સી.પી. સફીન હસન દ્વારા ભરતીની તૈયારી અંગે માર્ગદર્શન આપવાની સાથે ચર્ચા કરશે.

 

Related posts

Ahmedabad : Gujarat University ના ભાષા સાહિત્ય ભવન ખાતે કલાસર્જન સંદર્ભે રૂપવિચારણા વિષય પર વ્યાખ્યાન કાર્યક્રમ યોજાયો

admin

11 વર્ષની બાળકીથી માંડી 75 વર્ષનાં વૃદ્ધા મળીને 8 લાખ 50 હજાર રંગબેરંગી બબલ વ્રેપથી તૈયાર કર્યુ અદભૂત પેઈન્ટિંગ

admin

AAP નાં CM કેન્ડીડેટ ઈસુદાન ગઢવીએ ખંભાળીયાથી ઉમેદવારી નોંધાવી

admin

Leave a Comment