December 18, 2024
Jain World News
GandhinagarGujaratPolitical

ભૂપેન્દ્ર પટેલની સાથે કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રીઓએ પણ શપથ ગ્રહણ કર્યા

ભૂપેન્દ્ર પટેલ રાજ્યના 18માં મુખ્યમંત્રી તરીકે શપથગ્રહણ કરી લીધા છે. ત્યારે નવા મંત્રીમંડળે પણ આજે શપથગ્રહણ કર્યા છે. આ શપથવિધિ સમારોહમાં ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ, એમપીના સીએમ શિવરાજસિંહ ચૌહાણ, આસામના સીએમ હિમંત બિસ્વા સરમા સહિતના આમંત્રિત સમારોહ સ્થળે પહોંચી ગયા છે.

કેબિનેટ કક્ષામાં કનુભાઈ દેસાઈ, બલવંતસિંહ રાજપૂત, રાઘવજી પટેલ, ઋષિકેશ પટેલ અને ત્યારબાદ કુંવરજી બાવળિયા, મૂળુભાઈ બેરા, કુબેર ડિંડોર અને ભાનુબેન બાબરિયાએ શપથ લીધા હતા. જ્યારે રાજ્યકક્ષાના સ્વતંત્ર હવાલામાં હર્ષ સંઘવી અને જગદીશ વિશ્વકર્મા (પંચાલ)એ શપથ લીધા હતા. રાજ્ય કક્ષાના મંત્રીઓમાં પરસોત્તમ સોલંકી, બચુભાઈ ખાબડ, મુકેશ પટેલે, પ્રફુલ પાનસેરિયા, ભીખુસિંહ પરમાર અને કુંવરજી હળપતિએ શપથ લીધા હતા.

કોણે કોણે લીધા શપથ :

1 કનુ દેસાઈ કેબિનેટ મંત્રી પારડી
2 ભાનુબેન બાબરીયા કેબિનેટ મંત્રી રાજકોટ ગ્રામ્ય SC-8
3 કુબેર ડિંડોર કેબિનેટ મંત્રી સંતરામપુર-ST-4
4 બળવંતસિંહ રાજપૂત કેબિનેટ મંત્રી સિદ્ધપુર
5 ઋષિકેશ પટેલ કેબિનેટ મંત્રી વીસનગર
6 રાઘવજી પટેલ કેબિનેટ મંત્રી જામનગર ગ્રામ્ય
7 મૂળુભાઈ બેરા કેબિનેટ મંત્રી ખંભાળિયા
8 કુંવરજી બાવળિયા કેબિનેટ મંત્રી જસદણ
9 જગદીશ પંચાલ રાજ્યકક્ષાના મંત્રી તથા સ્વતંત્ર હવાલો નિકોલ
10 હર્ષ સંઘવી રાજ્યકક્ષાના મંત્રી તથા સ્વતંત્ર હવાલો મજૂરા
11 ભીખુસિંહ પરમાર રાજ્યકક્ષાના મંત્રી મોડાસા
12 બચુ ખાબડ રાજ્યકક્ષાના મંત્રી દેવગઢબારિયા
13 પ્રફુલ પાનસેરીયા રાજ્યકક્ષાના મંત્રી કામરેજ
14 મુકેશ પટેલ રાજ્યકક્ષાના મંત્રી ઓલપાડ
15 કુંવરજી હળપતિ રાજ્યકક્ષાના મંત્રી માંડવી- ST-18
16 પરસોત્તમ સોલંકી રાજ્યકક્ષાના મંત્રી ભાવનગર ગ્રામ્ય

 

Related posts

પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવની મહત્વની જાણકારી

admin

Ahmedabad : આણંદજી કલ્યાણજી પેઢી ખાતે Mumbai અને Ahmedabad Jain સંગઠનની મીટિંગ યોજાઈ

admin

Surendranagar નાં પીપળીધામ ખાતે 400થી વધુ વૃક્ષો રોપવામાં આવ્યાં

admin

Leave a Comment