January 10, 2025
Jain World News
Jain Dharm SpecialJainism

જૈન મહોત્સવ | ગચ્છાધિપતિ જયઘોષસૂરિશ્વરજી મહારાજાના સમાધિમંદિર પ્રતિષ્ઠા મહોત્સવ, રાજમહેલની આબેહુબ તૈયાર કરી મહોત્સવની થીમ

જૈન મહોત્સવ
  • ગચ્છાધિપતિ શ્રી જયઘોષસૂરિશ્વરજી મહારાજાની 50 ફૂટ ઊંચાઈ ધરાવતી ભવ્ય પ્રતિમાને સ્પેશિયલ વાઈટ મટીરીયલથી તૈયાર કરાઈ | જૈન મહોત્સવ

  • પ્રતિમા પર 3D ટેક્નોલોજીથી અદભૂત લાઈટિંગ શૉ, દરરોજ બેથી ત્રણ વખત સાંજે 7.30 અને 10 વાગ્યે બતાવાય છે શૉ | જૈન મહોત્સવ

  • આકર્ષક આર્ટ ગેલેરી, 1100 થી વધુ સાધુ-સાધ્વીજી મહારાજાની ઉપસ્થિતિ, બુક સ્ટોલ અને 3થી 5 હજાર લોકો ભોજન ગ્રહણ કરી શકે તેવી વિશેષ વ્યવસ્થા

જૈન મહોત્સવ | અમદાવાદના પાલડી ખાતેના રીવરફ્રન્ટ પાસે ઉજાસ જૈન નગરીમાં ગચ્છાધિપતિ શ્રી જયઘોષસૂરિશ્વરજી મહારાજ સાહેબની ગુરુમૂર્તિની સમાધિમંદિર પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. આ મહોત્સવ 3 ડિસેમ્બરથી 8 ડિસેમ્બર, 2022 સુધી ચાલુ રહેશે. ત્યારે આ ઉજાસ જૈન નગરી આશરે 8થી 10 એકર વિસ્તારમાં વિશાળ રાજમહેલની આબેહૂબ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં શ્રી જયઘોષસૂરિશ્વરજી મહારાજાની 50 ફૂટ ઉંચી ભવ્ય પ્રતિમા સ્થાપિત કરી છે. ઉપરાંત તેમાં આકર્ષક આર્ટ ગેલેરી, મહેમાનો માટે ભોજન વ્યવસ્થા, બુક સ્ટોલ અને અનેક કાર્યક્રમો માટે એક વિશાળ હોલનો સમાવેશ કરવામાં આવ્યો છે. અહીં 30થી વધુ  આ ઉજાસ જૈન નગરી રાજમહેલની થીમની માફક તૈયાર કરાયો છે. આમ અહીં આવતા લોકોને ગચ્છાધિપતિ શ્રી જયઘોષસૂરિશ્વરજી મહારાજાના પ્રકાશ અને ઉજાસની નગરી આખુ ચિત્રણ જોવા મળે છે.

શ્રી જયઘોષસૂરિશ્વરજી મહારાજ :

સંગ એકતા પ્રહરી, જૈનાચાર્ય શ્રી જયઘોષસૂરિશ્વરજી મહારાજાના જ્ઞાન સાધના અને ગુણ વૈભવમાં ડુબકી મારવાનો આ મહોત્સવ છે. ત્યારે જયઘોષસૂરિશ્વરજી મહારાજા વિશે વાત કરીએ તો, 1600થી વધુ જૈન શાસનના શ્રમણ અને શ્રમણી ભગવંતોના ગક્ષ નાયક, લાખોથી વધુ શ્રાવક અને શ્રાવિકાને પ્રચ્યાતાપના પક્ષાલન દ્વારા પુન્ય માર્ગ પર જોડનાર, કરોડો જીવોની સાધાર્મિક ભક્તિ, અનેક જીવોની અનુકંપા, ખૂબ મોટા વિશાળકાયના પ્રતિષ્ઠા પ્રસંગો, 100થી વધુ મહાન વિશ્વ પ્રચલિક તીર્થોના પ્રતિષ્ઠા મહોત્સવ અને અનેક જીવોને આચાર્ય પદવી અપાવી કર્મના માર્ગ પર ચાલવાનું શીખવનાર શ્રી જયગોષસૂરિશ્વરજી મહારાજાની સમાધિમંદિર પ્રતિષ્ઠાનો આ મહોત્સવ છે.

પ્રતિમા પર 3D ટેક્નોલોજીથી અદભૂત લાઈટિંગ શૉ :

ગચ્છાધિપતિ શ્રી જયઘોષસૂરિશ્વરજી મહારાજ સાહેબની 50 ફૂટ ઊંચાઈ ધરાવતી ભવ્ય પ્રતિમાને સ્પેશિયલ વાઈટ મટીરીયલથી તૈયાર કરવામાં આવી છે. પ્રતિમા પર રોજ સાંજે 7.30 અને 10 વાગ્યાના સમયે 3D મેપિંગ ટેક્નોલોજી દ્વારા લાઈટિંગ શૉ બતાવવામાં આવે છે. આમ પંદરેક મિનિટના શૉમાં પૂજ્યશ્રી જયઘોષસૂરિશ્વરજી મહારાજ સાહેબે ક્યારે દીક્ષા લીધી, સિદ્ધાંત દિવાકર પદવી ક્યારે મળી અને એમના જીવનની સમગ્ર ઘટનાની પ્રતિતિ આ લાઈટિંગ શૉ થકી એક સ્ટોરીના ફોર્મમાં બતાવવામાં આવે છે. શૉ દરરોજ બેથી ત્રણ વખત બતાવવામાં આવે છે.

આકર્ષક આર્ટ ગેલેરી :

આ નગરીની મધ્યમાં જોવા મળતી પ્રતિમાની નીચે એક આર્ટ ગેલેરી તૈયાર કરવામાં આવી છે. આ આર્ટ ગેલેરીમાં ઘણી બધી વિશેષ પ્રદર્શનની સાથે બાળકો માટે કેટલીક રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં અવનવી રંગોળી, પૂજ્યશ્રી જયઘોષસૂરિશ્વરજી મહારાજાના જીવનના અનેક પ્રસંગો, હોલોગ્રામ ટેક્નોલોજી દ્વારા મહારાજ સાહેબ સાથે પ્રશ્નોત્તરી તથા વાર્તાલાભા કરી શકો તેવું લાઈવ છાયાચિત્ર ઊભું કરવામાં આવ્યું છે. આ સાથે તેમની સમાધિ કૃતિનું નાનુ મંદિર પણ બનાવવામાં આવ્યું છે. જેની પ્રદક્ષિણા લોકો કરે છે. ઉપરાંત આ આર્ટ ગેલેરીમાં બાળકોમાં જ્ઞાન સાથે ગમ્મત અને કેટલીક રમત રમવાની વ્યવસ્થા છે. જેમાંથી રમતમાં ભાગ લઈને વિજેતા બનતા બાળકોને ઈનામ પણ આપવામાં આવે છે.  આમ લોકોમાં જ્ઞાનનો વધારો થાય અને શ્રી  જયઘોષસૂરિશ્વરજી મહારાજ સાહેબના જીવનને લોકો માણી શકે તેવી આકર્ષક આર્ટ ગેલેરી બનાવવામાં આવી છે.

1100 થી વધુ સાધુ-સાધ્વીજી મહારાજાની ઉપસ્થિતિ :

1100થી વધુ જૈન સાધુ-સાધ્વીજી માટે કુટિરની વ્યવસ્થા, જૈન મહોત્સવ
1100થી વધુ જૈન સાધુ-સાધ્વીજી માટે કુટિરની વ્યવસ્થા, જૈન મહોત્સવ

વિશેષમાં સમાધિમંદિર પ્રતિષ્ઠા મહોત્સવમાં તૈયાર કરવામાં આવેલ વિશાળ ડોમની શ્રવણ કુટીરમાં 400થી વધુ સાધુ ભગવંતો અને 700થી વધુ સાધ્વીજી ભગવંતો બિરાજમાન છે. આ મહોત્સવના મુખ્ય દાતાશ્રી આચાર્યદેવ શ્રીમદ વિજય જગતચંદ્રસૂરિશ્વરજી મહારાજા નિશ્રા દાતા છે. આ સાથે આશરે 30થી વધુ આચાર્ય ભગવંતો અહીં બિરાજમાન છે. આમ 1100થી વધુ સાધુ-સાધ્વીજી ભગવંતોની સાથે 30થી વધુ આચાર્ય ભગવંતો એક સાથે ઉપસ્થિત રહ્યા હોય તેઓ આ પહેલો પ્રસંગ હોવાનું આયોજકોનું માનવું છે.

3થી 5 હજાર લોકો ભોજન ગ્રહણ કરી શકે તેવી વ્યવસ્થા :

ઉજાસ જૈન નગરીમાં જમવાની વ્યવસ્થા
ઉજાસ જૈન નગરીમાં જમવાની વ્યવસ્થા,  જૈન મહોત્સવ

આ મહોત્સવમાં આવતા લોકો માટે ખાસ જમવાની વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે. જેમાં એક વિશાળકાય ભોજનખંડ તૈયાર કરવામાં આવ્યો છે. આમ એક સાથે 3 હજારથી 5 હજાર માણસો ભોજન લઈ શકે તેવી વ્યવસ્થા આ પ્રતિષ્ઠા મહોત્સવમાં કરવામાં આવી છે.

બુક સ્ટોલનો સમાવેશ :

જૈન મહોત્સવ
જૈન મહોત્સવ

આ જૈન નગરીમાં આવતા લોકોને પૂજ્યશ્રી મહારાજ સાહેબના જીવનની જાણકારી માટેના મોટા પ્રમાણમાં બુક સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે. જેમાં જૈન ધર્મની અનેક પુસ્તકો ઉપરાંત જયઘોષસૂરિશ્વજી મહારાજ સાહેબના જીવનને અનુસરી ઘણી બધી પુસ્તકો અહીં આવતા લોકોને વાંચવા મળશે.

“જૈન સાસનના સિદ્ધાંત દિવાકર અને જ્ઞાનની હરતી ફરતી પુસ્તકાલય પ્રખર પ્રબુદ્ધ એવા સિદ્ધાંત દિવાકર આચાર્ય ભગવંતનો સમાધિમંદિર પ્રતિષ્ઠા મહોત્સવ 3 ડિસેમ્બરે શરૂ થયો હતો. જે 11 ડિસેમ્બરે આંબલી ખાતે પૂર્ણ થશે. આ ઉજાસ જૈન નગરી આશરે 8થી 10 એકર વિસ્તારમાં એક રાજમહેલની જેમ તૈયાર કરવામાં આવી છે. આ જૈન નગરીમાં એકસાથે 5000થી વધુ લોકો પ્રવચનનો લાભ માણી શકે, અનુષ્ઠાનોમાં ભાગ લઈ શકે તેવા એક પ્રવચન હોલ બનાવવામાં આવ્યો છે. આ સાથે જૈન ધર્મના પહેલા તીર્થંકર આદેશ્વર ભગવાનનું જિનાલય તૈયાર કરવામાં આવ્યું છે. આગળ વાત કરીએ તો, આ જૈન નગરીની બીલકુલ મધ્યમાં ગચ્છાધિપતિ શ્રી જયઘોષસૂરિશ્વરજી મહારાજ સાહેબની 50 ફૂટ ઊંચાઈ ધરાવતી ભવ્ય પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. જેને સ્પેશિયલ વાઈટ મટીરીયલથી તૈયાર કરવામાં આવી છે. જૈન ધર્મમાં સમાવિષ્ઠ સાત ક્ષેત્રની સાથે જીવદયા, અનુકંપા અને માનવતામાં પોતાની જાતને સમર્પિત કરીને સેવા અને સુક્રૂતોમાં કાર્ય કરવાનો આ અવસર છે.”

 

– અમિત દોષી, મહોત્સવ સમિતિના કો-ઓર્ડિનેટર

આ પણ વાંચો : જૈન વર્લ્ડ ન્યૂઝ દ્વારા અમદાવાદમાં યોજાયેલા સ્પર્શ મહોત્સવનું ખાસ રીપોર્ટિંગ, જાણો સ્પર્શ મહોત્સવની સંપૂર્ણ માહિતી

Related posts

Rajasthan : જોધપુરના તિનવારીમાં 1800 વર્ષ પહેલા નિર્માણ થયેલું અતિ પ્રાચીન જૈન દેરાસર

admin

Ahmedabad : આણંદજી કલ્યાણજી પેઢી ખાતે Mumbai અને Ahmedabad Jain સંગઠનની મીટિંગ યોજાઈ

admin

ભાડાના ઘરમાં રહો ને પોતાના ઘરમાં રહો કેટલો ફરક? શ્રીપાળ કથા – પ્રવચન PART 07

admin

Leave a Comment