December 18, 2024
Jain World News
Jain DerasarJainism

રાજસ્થાનના મેર્તા રોડ પર આવેલું શ્રી સુમતિનાથ અને શાંતિનાથ જૈન શ્વેતાંબર દેરાસર

રાજસ્થાનના નાગૌર જિલ્લાના મેર્તા તાલુકામાં આવેલા શ્રી સુમતિનાથ અને શાંતિનાથ જૈન શ્વેતામ્બર દેરાસરની ચાલો મુલાકાત લઈએ. શ્રી સુમતિનાથ ભગવાનની પદ્માસન મુદ્રામાં સફેદ રંગની આ ચૌમુખ પ્રતિમા ખૂબ જ અદભૂત છે. મુલનાયકની અન્ય ત્રણ બાજુઓ શ્રી વાસુપૂજ્ય સ્વામી, શ્રી વિમલનાથ સ્વામી અને શ્રી ચંદ્રપ્રભા સ્વામીની મૂર્તિઓ છે. આમ ચારેય બાજુની મૂર્તિઓ પરિકર અને સફેદ રંગની છે. આ દેરાસરના અન્ય એક ગમભારમાં શ્રી શાંતિનાથ ભગવાનની મૂર્તિ ખૂબ જ સુંદર છે. અહીં શ્રી મણિભદ્ર વીર અને શ્રી પદ્માવતી માતાની મૂર્તિઓ પણ છે. દેરાસર લાલ રંગના પત્થરોથી બનેલું છે હોવાથી શાનદાર લાગે છે. આ દેરાસરની આસપાસનું વાતાવરણ ખૂબ જ સુઘડ અને સ્વચ્છ અને શાંતિપૂર્ણ જોવા મળે છે.

કેવી રીતે પહોંચવું :

મેર્તા રોડ એ નાગૌર જિલ્લાના મેર્તા તાલુકાનું એક શહેર છે. અહીં રોડ મારફતે ઉપરાંત રેલવે દ્વારા પહોંચવા ઈચ્છતા લોકોએ મેર્ટા રોડ જંકશન રેલવે સ્ટેશન સુધી અને વિમાનથી આવવા માટે જયપુર એરપોર્ટ સુધી આવીને પછી આ દેરાસર સુધી પહોંચી શકાય.

Related posts

જૈન ધર્મના છઠ્ઠા તીર્થંકર શ્રી પદ્મપ્રભુ ભગવાન

admin

જો ઈશ્વર નથી તો પછી સંસારની વ્યવસ્થાનો આધાર કોણ? શું ઈશ્વર વિનાનો પણ ધર્મ હોઈ શકે?

admin

વર્ષીતપ ઉપવાસ કેમ કરવામાં આવે છે? જાણો વર્ષી તપ એટલે શું?

admin

Leave a Comment