મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉમેદવારી ફોર્મ ભરવા જતાં પહેલા ઘાટલોડિયામાં જાહેર સભા યોજી હતી.ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની આગેવાનીમાં ઘાટલોડિયા મતક્ષેત્ર વિસ્તારમાં યોજાયેલ રેલીમાં કાર્યકર્તાઓ સહિત નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા. રેલી બાદ ભૂપેન્દ્ર પટેલે ઘાટલોડિયા વિધાનસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે નામાંકન ફોર્મ ભર્યું હતું.
ગુજરાતમાં આગામી થોડાક દિવસમાં વિધાનસભાની ચૂંટણી થવા જઈ રહી છે. ત્યારે મોટા ભાગની બેઠકો પર દરેક રાજકીય પક્ષે પોતોના ઉમેદવારોનાં નામ જાહેર કર્યા છે. તેવામાં ફોર્મ ભરવાની અંતિમ તારીખ 17 નવેમ્બર છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેદવારી ફોર્મ ભરવા જતાં પહેલા સવારે અડાલજ ત્રિ-મંદિર ખાતે જઈને દાદા ભગવાનના આશીર્વાદ લીધા હતા. આમ ફોર્મ ભરતા પહેલા ભૂપેન્દ્ર પટેલની ઘાટલોડિયામાં એક જાહેર સભા યોજાઈ હતી. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિ હતી.
કેસરિયા રેલીમાં જોડાયેલ માનવ મહેરામણ અને જન-જનના ઉમળકાની વધુ એક ઝલક.. pic.twitter.com/W5ux47ey1a
— Bhupendra Patel (@Bhupendrapbjp) November 16, 2022
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઘાટલોડિયા વિધાનસભા બેઠક પર નામાંકન પત્ર ભર્યુ :
માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહની પ્રેરક ઉપસ્થિતિમાં ઘાટલોડિયા વિધાનસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે નામાંકન પત્ર ભર્યું. મારા મતવિસ્તાર સહિત સમગ્ર રાજ્યના ઉત્કર્ષ માટે પરિશ્રમની પરાકાષ્ટા કરી સદૈવ કર્તવ્યરત રહેવાનો સંકલ્પ વ્યક્ત કરું છું. pic.twitter.com/89Uml3yE3I
— Bhupendra Patel (@Bhupendrapbjp) November 16, 2022
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેેલે આગામી વિધાનસભા ચૂંટણી માટે ઘાટલોડિયા વિધાનસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે નામાંકન પત્ર આજે ભર્યું હતું.