કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ એવું જણાવ્યું છે કે દેશમાં હવે એપલના ફોન બનવા લાગ્યાં છે અને આદિવાસી મહિલાઓ તેનું નિર્માણ કરશે.
ભારતમાં હવે એપલના ફોન બનવા લાગ્યાં છે અને બેંગ્લુરુમાં તેની એક કંપની પણ શરુ થઈ છે. આ વાતની જાણકારી કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આપી છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે તેમણે કહ્યું કે હવે એપલનો આઇફોન ભારતમાં બની રહ્યો છે અને તેની સૌથી મોટી ફેક્ટરી બેંગલુરુ નજીક આવી રહી છે. ખુશીની વાત એ છે કે આદિવાસી સમુદાયની આપણી બહેનો પણ ભારતમાં આઇફોનનું ઉત્પાદન કરશે.અશ્વિની વૈષ્ણવે દેશવાસીઓને આદિવાસી ગૌરવ દિનની શુભેચ્છા પાઠવી છે. આ દરમિયાન તેમણે કહ્યું કે, આદિવાસી સમુદાયની અમારી બહેનો પણ ભારતમાં Apple iPhone બનાવશે.
अब एप्पल का आईफोन भारत में बनने लगा है और इसकी सबसे बड़ी फैक्ट्री बेंगलुरु के पास लग रही है। खुशी की बात ये है कि आदिवासी समुदाय की हमारी बहनें भी भारत में आईफोन का निर्माण करेंगी: केंद्रीय रेल मंत्री अश्विनी वैष्णव, दिल्ली pic.twitter.com/PZk6fVCTS9
— ANI_HindiNews (@AHindinews) November 15, 2022