ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. ત્યારે દરેક પક્ષ પોતાની સત્તા સ્થાપવા માટે લોકોને વચન આપી રહી છે. જ્યારે ગુજરાત પ્રદેશ Congress સમિતિ દ્વારા મેનીફેસ્ટો બહાર પાડવામાં આવ્યો છે. જેમાં કોંગ્રેસે જનતાને વચનો આપવામાં આવ્યાં છે.
ગૃહિણીઓ માટે Congress નાં વચન :
- ઘર વપરાશનું ગેસ સિલિન્ડર રૂ. 500માં આપવામાં આવશે.
- ઘર વપરાશની વીજળીના 300 યુનિટ ફ્રી
- સરકારી કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના
શિક્ષણ માટે Congress નાં વચન :
- દીકરીઓ માટે KGથી PG સુધીનું શિક્ષણ ફ્રી
- 3000 નવી સરકારી અંગ્રેજી માધ્યમની શાળાઓ
- આધુનિક શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના
યુવાનો માટે Congress નાં વચન :
- યુવાનો માટે 10 લાખ નોકરીઓ
- કોન્ટ્રાક્ટ પ્રથા સંપૂર્ણ નાબૂદ
- રૂ. 3000 બેરોજગારોને ભથ્થું
ખેડૂતો માટે Congress નાં વચન :
- ખેડૂતોનું રૂ 3 લાખ સુધીનું દેવું માફ
- ખેડૂતોના વીજળીના બિલ માફ
- દૂધ ઉત્પાદકોને પ્રતિ લીટર રૂ.5ની સબસિડી
સ્વાસ્થ્ય માટે Congress નાં વચન :
- પ્રત્યેક ગુજરાતી માટે રૂ. 10 લાખ સુધીની સારવાર મફત
- કિડની, લીવર અને હ્રદયનું ટ્રાન્સપ્લાન્ટ મફત અને દવાઓ મફત
કોરોના પીડિતો માટે Congress નાં વચન :
- કોરોનામાં મૃત્યું પામનારના પરિવારને રૂ.4 લાખની સહાય કરાશે
- આધુનિક સુવિધાઓથી સજ્જ નવી સરકારી હોસ્પિટલો
સુરક્ષિત ગુજરાત માટે Congress નાં વચન :
- ડ્રગ્સ માફિયા સામે કડક કાર્યવાહી
- લઠ્ઠાકાંડમાંથી મુક્તિ અને ગુનેગારોને જેલ. આ સાથે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
સામાજિક ન્યાય માટે Congress નાં વચન :
- શહેરી વિસ્તારોમાં શહેરી રોજગાર ગેરંટી યોજના બહાર પડાશે.
- ઈન્દિરા રસોઈ યોજના હેઠળ જરૂરિયાતમંદ લોકોને માત્ર રૂ. 8 માં ભોજનની વ્યવસ્થા કરવામાં આવશે.
- PESA કાયદાનો સંપૂર્ણ અમલથી આદિવાસીઓને જંગલની જમીનનો અધિકાર આપવામાં આવશે.
આમ કોંગ્રેસે બહાર પાડેલ મેનીફોસ્ટોમાં અનેક વચનો આપ્યા છે.