ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ ચાલી રહ્યાં છે. ત્યારે Vadodara ના ચૂંટણી તંત્ર દ્વારા નવતર પહેલ કરવામાં આવી છે. જેમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વધુને વધુ મતદારો ઉત્સાહપૂર્વક ભાગ લઈ મતદાન કરે તે માટેનો નવતર પહેલ કરવામાં આવી છે. આ સાથે Vadodara જિલ્લા ચૂંટણી અધિકારી અતુલ ગોર દ્વારા ગત્ત લોકસભા અને વિધાનસભાની ચૂંટણીના અનુભવોને ધ્યાને રાખીને આ વખતે મહત્તમ મતદાન થાય એ માટે વિવિધ 1258 જેટલી શૈક્ષણિક, ઔદ્યોગિક અને સહકારી સંસ્થાઓ સાથે સમજૂતી કરારો કરવામાં આવ્યા છે.
આ સંસ્થા સાથે કરવામાં આવેલ કરારમાં તેમને પોતાના કર્મયોગીઓ અને તેમના પરિવારને મતદાર તરીકે નામ નોંધાવવા માટે પ્રોત્સાહિત કરશે. આમ મતદાનનાં દિવસે તેમને રજા આપીને મતદાન કરવા માટે પ્રેરિત કરવામાં આવશે. આ સાથે સંસ્થાઓ પોતાના એકમોમાં વોટર અવેરનેસ ફોરમની રચના કરી કર્મચારીઓને જાગૃત કરવાની સાથે લોકશાહી અને ચૂંટણી પ્રક્રિયાની મહત્વતાની સમજણ આપશે.