-
થીયેટરમાં જતાં સમયે આંસુ લુછવા રૂમાલ લઈ જવા દર્શકોએ જણાવ્યું
રક્ષિત શેટ્ટીની ફિલ્મ 777 Charlie 10 જૂનના રોજ રિલીઝ કરવામાં આવી. પ્રાણી સાથેનાં પ્રેમની સ્ટોરીમાં રક્ષિત શેટ્ટી અને એક શ્વાન વિશે ફિલ્મમાં બતાવવમાં આવ્યું છે. આ ફિલ્મ વિવિધ સિનેમાઘરોમાં કન્નડ, હિન્દી, તેલુગુ, તમિલ અને મલયાલમ ભાષામાં રિલીઝ કરવામાં આવી છે. દર્શકો દ્રારા રક્ષિતની આ ફિલ્મ ઘણો પ્રેમ મળી રહ્યો છે. આ સાથે ફિલ્મની વાર્તા એ રીતે રજૂ કરવામાં આવી છે કે દર્શકોના દિલમાં ઘર લીધુ છે. ફિલ્મની સ્ટોરી દર્શકોને એટલી હદે સ્પર્શી કે, ફિલ્મ જોયા બાદ દર્શકો સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાની પ્રતિક્રિયાઓ વ્યક્ત કરી રહ્યા છે. આ સાથે ટ્વિટર પર #777CharlieInCinema ટ્રેડિંગમાં ચાલી રહ્યું છે.
777 Charlie રિલીઝ થવાની સાથે જ દર્શકોને ખૂબ પસંદ આવી રહી છે. આ સાથે કેટલાક દર્શકોએ ફિલ્મને એટલી હદે ઈમોશનલ ગણાવી છે કે, સિનેમા ઘરમાં ફિલ્મ જોવા જતાં સમયે આંસુ લૂછવા માટે કંઈક લઈ જવાની સલાહ આપી હતી. લાગણીઓ અને સુંદરતાનું સંપૂર્ણ મિશ્રણ હોવાથી નેટીઝન્સના મતે મહાન વાર્તામાં ફિલ્મને સ્થાન આપ્યું. ચાર્લીએ સંપૂર્ણ રીતે લાઈમલાઈટ લઈ લીધી છે. ત્યારે રક્ષિત શેટ્ટીના પણ ધર્મના રૂપમાં ભૂમિકા માટે વખાણ થઈ રહ્યા છે. પેન ઈન્ડિયા એક્ટર તરીકે રક્ષિત શેટ્ટીની આ પહેલી ફિલ્મ છે. ઉપરાંત સોશયલ મીડિયા 777 Charlie નો દબદબો જોવા મળી રહ્યો છે. ત્યારે લોકો પોતાના સોશિયલ મીડિયાના માધ્યમ થકી ફિલ્મના ખૂબ જ વખાણ કરી રહ્યાં છે.
સોશિયલ મીડિયામાં કરવામાં આવેલ ફિલ્મના વખાણની ઝલક :
- “એક હૃદયસ્પર્શી ફિલ્મ. એક માણસ અને કૂતરા વચ્ચેનો અનોખો સંબંધ. આત્મ ખોજની યાત્રા…’
- કલિયુગમાં ધર્મરાજની એક કથા. ઘણા દિલને સ્પર્શી જાય તેના ક્ષણો સાથે એક શાનદાર ફિલ્મ.
- શાનદાર સ્ક્રીનપ્લે, ડાયરેક્શન, સિનેમેટોગ્રાફી અને મ્યુઝિક અને BGM અદ્ભુત હતા. મૂવીમાં ડાયલોગ્સ, કોમેડી, સારી રીતે સંતુલિત હતા અને ફિલ્મમાં ડોગ જે રીતે પર્ફોર્મ કર્યું તે ખરેખર અદ્ભુત છે.
- અમે રક્ષિત શેટ્ટી સિવાય અન્ય કોઈને ધર્મના રોલમાં કલ્પના પણ કરી શકતા નથી, તેણે અદ્ભુત કામ કર્યું છે.
- 777 ચાર્લી એ લોકોને જરૂર જોવું જોઈએ. જેઓ પાલતું પ્રાણીઓને પ્રેમ કરે છે અથવા ભૂતકાળમાં તેમની સાથે રહ્યા છે.