સપ્ટેમ્બર મહિનામાં રિલીઝ થવા જઈ રહેલ ફિલ્મ Brahmastra નું પહેલી વખત ટિઝર લોંચ કર્યા પછી તેને ફરીથી લોંચ કરવામાં આવ્યું હતું. અગાઉ લોંચ કરવામાં આવેલ ટિઝરમાં રણબીર કપૂરનું નામ પહેલા રાખી બોલીવૂડ બીગ બી અમીતાભ બચ્ચનનું નામ બાદમાં રાખ્ચું હતું. જ્યારે હવે ફરીથી Brahmastra નું ટિઝર લોંચ કરવામાં આવતાં તેમાં અમિતાભ બચ્ચને અગ્રેસર રાખ્યાં હતાં.
બોલિવૂડના સૌથી સિનિયર કલાકારોને ફિલ્મના ટાઈટલ સિકવન્સમાં પહેલું સ્થાન આપવામાં આવતું હોય છે. પરંતું ઘણી વખત ફિલ્મમાં પાત્ર ભજવનાર કલાકારના રોલને પ્રાધાન્ય આપીને ટાઈટલ સિકવન્સ લાઈન રજૂ કરવામાં આવે છે.
અયાન મુખર્જીએ Brahmastra નું ટિઝર લોંચ કર્યા બાદ ફરીથી બહાર પાડતાં ઘણાં અર્થઘટન થતાં જોવા મળે છે. જાણકારી અનુસાર, અમિતાભ બચ્ચન મેગાસ્ટાર હોવાથી લાઈનમાં પ્રથમ નામના હકદાર છે. પહેલા ટિઝરમાં થયેલ ભૂલની જાણ થતા જ મેકર્સ દ્રારા તે સુધારી ફરીથી Brahmastra નું ટિઝર લોંચ કરવામાં આવ્યું હતું. આ મામલે અમિતાભ બચ્ચને ખૂદ નારજગી વ્યક્ત કરી હોય તે એક પ્રશ્નાર્થ છે. પણ કદાચ ફિલ્મના પ્રોડ્યૂસર કરણ જોહરની આ એક માર્કેટિંગ સ્ટ્રેટર્જીનો ભાગ પણ હોય શકે.