પાટણના મહારાણી Nayika Devi નાં ઈતિહાસને સાર્થક કરતી ગુજરાતી ફિલ્મના ટ્રેઈલર રિલીઝ થયાં બાદ લોકો Nayika Devi નાં ઈતિહાસને જાણવા આતૂર થયાં હતાં. ત્યારે ઈતિહાસમાં પહેલી વખત અણહિલવાડ પાટણ પર બોલિવૂડને પણ ટક્કર આપે તેવી ફિલ્મ બનાવવામાં આવી છે.
ગુજરાતના ઈતિહાસ પર આધારિત ફિલ્મ Nayika Devi: The Warrior Queen નાં ટ્રેઈલર બાદ તેને 6 મેનાં રોજ સિનેમાધરોમાં રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મમાં Nayika Devi જીવનની ગાથા રજૂ કરે છે. હવે વાત કરીએ તો ફિલ્મની મુખ્ય ભૂમિકામાં ખુશી શાહે એકટિંગ કરી છે. આ સાથે અન્ય એકટર્સ ચંકી પાંડે, મનોજ જોશી, ચિરાગ જાની પણ મુખ્ય પાત્ર ભજવતાં જોવા મળ્યાં હતાં. જેમાં મોહમ્મદ ઘોરીના રોલમાં ચંકી પાંડે હતાં. આગળ વાત કરીએ તો, ફિલ્મમાં પાર્થ ભરત ઠક્કરે મ્યુઝિક આપતાં તેમાં એક અલગ જ પ્રકારનો જુસ્સો વર્તાયો હતો. ડાયરેક્ટર નીતિન જી. દ્રારા ફિલ્મને ડાઈરેક્ટ કરી હતી. ચંકી પાંડેએ પોતાના રોલને પરફેક્શનથી નિભાવ્યો છે. ત્યારે મોહમ્મદ ઘોરીની ઝલકમાં તે એકદમ સાર્થક રોલ ભજવ્યો છે.
પાટણના Nayika Devi કોણ હતાં :
ચાલુક્ય વંશનાં મહારાણી Nayika Devi એ પાટણના રાણી હતાં. 1178માં થયેલ મોહમ્મદ ઘોરી સાથેના યુદ્ધ વિજયી બન્યાં હતાં. પૃથ્વીરાજ ચૌહાણના હરાવ્યાં પહેલા પણ પાટણનાં મહારાણી Nayika Devi એ મોહમ્મદ ઘોરીને યુદ્ધમાં હાર આપી હતી.
પતિ અજયપાલ સિંહની એમના જ અંગરક્ષકો દ્રારા કરવામાં આવેલ હત્યા પછી Nayika Devi પર પાટણનું રાજ સંભાળવાની જવાબદારી આવી હતી. Nayika Devi યુદ્ધકળામાં પણ પારંગત હતાં. મોહમ્મદ ઘોરીએ પોતાના સૈન્ય સાથે ગુજરાત પર ચડાઈ કરી આબુ નજીકના સ્થળે Nayika Devi લશ્કર સાથે યુદ્ધ કર્યું હતું. જેમાં મહોમ્મદ ઘોરી ખરાબ રીતે ઘાયલ થઈને હાર્યો હતો. ત્યારબાદ ઘોરીની 11 વર્ષ સુધી ભારત પર ચઢાઈ કરવાની હિંમત થઈ ન હતી.