યોગમાં એવી શક્તિ રહેલી છે કે , તેનાથી દરેક પ્રકારના રોગને પૂર્ણ સ્વરૂપે નાબુદ કરી શકીએ છીએ. આમ યોગ, આસન અને કુદરતી જડીબુટ્ટીઓનો ઉપયોગ કરવાથી દરેક શારિરીક માનસિક રોગ માંથી છૂંટકારો મેળવી શકાય છે. શરીરની સુંદરતામાં વધારો કરવાં માટે લોકો અનેક નુશ્ખાઓ અપનાવતા હોય છે. ફેસમાં ચમક લાવવા માટે બજારમાં ઘણી બધી પ્રોડક્ટ ઉપલબ્ધ છે. પરંતુ ક્યારેક કેમિકલ યુક્ત વસ્તુ વાપરવાથી ક્યારે તેની આડઅસર થતી જોવા મળે છે. ત્યારે યોગ કરવાં જ વધુ હિતાવહ છે. આમ ક્યાં યોગ કરવાથી શરીરની સુંદરતામાં વધારો થશે તે જાણએ.
કપાલભાતિ પ્રાણાયામ :
કપાલભાતિ પ્રાણાયામ કરવાથી શ્વસન પ્રક્રિયા વધુ સક્રિય બને છે. જેનાથી ફેફસાં સ્વસ્થ રહે છે. કપાલભાતિ પ્રાણાયામ કરવાથી શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ વધે છે. આ પ્રાણાયામને સતત 6 મહિના સુધી કરવાથી તમારી ત્વચામાં ખૂબ જ ચમક આવશે. આમ દિવસમાં બે વાર 15 મિનિટ માટે આસન વધુ લાભદાયક છે.
સર્વાંગાસન :
શરીરમાં લોહી પરિભ્રમણને સુધારવા માટે સર્વાંગાસન વધુ લાભદાયક છે. સર્વાંગાસને દિવસમાં 3 થી 5 વખત કરવાથી તમારી ત્વચામાં ઘણો નીખાર આવે છે. ઉપરાંત શરીર પર દેખાતી કરચલીઓથી છુટકારો મળે છે.
પદ્માસન :
આ યોગાસન કરવાથી મન શાંત અને તણાવ મુક્ત રહે છે. આ સાથે શારીરિક અને માનસિક સ્થિતિને સંતુલિત રાખવા ઉપરાંત ત્વચાની ચમકમાં પણ વધારો આ આસન કરવાથી થાય છે.
ત્રિકોણાસન :
ત્રિકોણાસન કરવાથી ફેફસાં, છાતી અને હ્યદયને ખોલે છે. આ આસન કરવાથી શરીરમાં ઓક્સિજનનું પ્રમાણે વધે છે અને શરીરને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન પ્રાપ્ત થાય છે. જેથી ત્વચા ફ્રેશ અને વધુ ચમકદાર રહે છે.
હલાસન :
લોહીનાં પરિભ્રમણ માટે હલાસન ખૂબ જ ઉપયોગી છે. હલાસન કરવાથી તમારી ઉંઘ અને જીવનશૈલીમાં ઘણો સુધારો આવે છે. ઉપરાંત હલાસન નિયમિત કરવાથી તણાવ દૂર થાય છે સાથે સાથે ત્વચામાં પણ નિખાર જોવા મળે છે.
આમ આ બધા આસનો કરવાથી તમારી ત્વચામાં વધુ ચમક લાવી શકશો સુંદર ત્વચા માટે આ યોગ કરવા વધુ ફાયદાકારક રહેશે. ત્વચામાં સારો નિખાર લાવવા માટે નિયમિત યોગ કરવા વધુ હિતાવહ છે.