માથાનાં ખરતા વાળ, ઉંમરથી પહેલા સફેદ વાળ અને ટાલ પડી જવાની સમસ્યા સામે અપનાવો આ આયુર્વેદિક ઉપાય. તમે ક્યારેય આયુર્વેદિક રીતે ઉપચાર મેળવ્યો છે?
શરીર સ્વસ્થ અને સારુ રાખવા માટે લોકો અનેક નુશ્ખા અપનાવતા હોય છે. તેવામાં પોલ્યુસન અને શરીરમાં વિટામિનની ઉણપના કારણે ઘણી બધી બિમારીઓ જન્મ લે છે. જેમાંથી માથાનાં વાળ ખરી જવાની સમસ્યા પણ એક છે. શરીરને ટકાવી રાખવા ખોરાક લેવો આવશ્યક છે. આમ ખોરાકમાં પૂરતા પ્રમાણમાં વિટામિન ન મળતાં હોવાથી આવી સમસ્યાઓ ઉભી થાય છે. માટે માથાના ખરતા વાળને કઈ રીતે અટકાવી શકાય અને તેની આયુર્વેદિક કઈ રીતે માવજાત કરી શકાય તેના વિશે ચોક્કસ માહિતી જાણો.
- માથાના વાળ ખરતા હોય તો ગરમ કરેલું દીવેલ વારંવાર વાળ પર લગાવો.
- માથા પર કાંદાનો રસ લગાવવાથી ખરી ગયેલા વાળ ફરી ઊગે છે.
- ખોડો થયો હોય તો ખાંડ અને લીંબુના રસથી માથું ધૂઓ.
- વાળની કાળાશ જાળવી રાખવી હોય તો આમળાં, કાળા તલ અને ભાંગરો સરખે ભાગે વાટીને સવાર-સાંજ ફાકો.
- માથા માં ટાલ પડી ગઈ હોય તો તલનાં ફૂલ, ગોખરુ અને સિંધવ કોપરેલમાં અથવા મધમાં નાખીને લેપ કરો.
- વાળમાં જૂ હોય તો કાંદાનો રસ માથામાં લગાવો.
- ૫૦૦ ગ્રામ શુદ્ધ કોપરેલમાં ૨૦૦ ગ્રામ સૂકી મેથી નાખી સૂર્યના તડકામાં સાત દિવસ રાખો. ત્યાર બાદ આ તેલ ગાળી બાટલીમાં ભરો. સવાર-સાંજ આ તેલ માથામાં ઘસવાથી વાળ ખરતા બંધ થાય છે.
- વાળને ચમકતા રાખવા હોય તો ગરમ પાણીમાં આમળાંનો ભૂકો નાખીને માથું ધૂઓ.