-
2022નું છેલ્લું સૂર્યગ્રહણ નિહાળવા મુંબઈના વરલીમાં નહેરુ સાયન્સ સેન્ટરમાં આધુનિક ટેલિસ્કોપ સાથે પ્રોજેક્શનની ખાસ વ્યવસ્થા
-
સાંજે 4.49 વાગે શરુ થશે અને 6.09 વાગે સમાપ્ત થશે, 24.5 ટકા ઢંકાશે
મુંબઇ : દિપાવલીના નવલા, પ્રકાશિત અને ખુશી પર્વ દરમિયાન સૂર્ય ગ્રહણનો પ્રકૃતિ ઉત્સવ પણ ઉજવાશે. 2022ની 24, આક્ટોબરે ભારતભરમાં દિવાળીના તહેવારોની ઉમંગભેર ઉજવણી થશે. જોકે બીજા જ દિવસે એટલે કે 25 ઓક્ટોબરે ખંડગ્રાસ સૂર્ય ગ્રહણ પણ થશે. મુંબઇમાં સૂર્ય ગ્રહણનો મનોહર નઝારો સાંજે 4:49થી 06:09 દરમિયાન લગભગ 80 મિનિટ સુધી જોઇ શકાશે.
તે દરમિયાન મુંબઇમાં સૂર્યનારાયણની વિરાટ થાળી લગભગ 24.5 ટકા જેટલી ઢંકાઇ જશે. ખંડગ્રાસ સૂર્ય ગ્રહણ મુંબઇ સહિત પશ્ચિમ અને ઉત્તર ભારતમાં વધુ સ્પષ્ટપણે જોઇ શકાશે. એટલે કે સૂર્ય ગ્રહણ મુંબઇ, દિલ્હી, જયપુર, જેસલમેર, સિલિગુડી, કોલકાતા સહિત ઘણાં સ્થળોએ વધુ સારા વાતાવરણમાં નિહાળી શકાશે. કે 2022ના વર્ષનું આ સૂર્ય ગ્રહણ છેલ્લું છે. વળી આ ખંડગ્રાસ સૂર્ય ગ્રહણ મુંબઇમાં પણ દેખાવાનું હોવાથી અમે સાંજના ચારથી અમારા નેહરુ સાયન્સ સેન્ટરના વિશાળ પરિસરમાં આધુનિક ટેલિસ્કોપ દ્વારા સૂર્ય ગ્રહણના પ્રોજેક્શન માટે વ્યવસ્થા કરીશું. અમારો હેતુ આ ખંડગ્રાસ સૂર્યગ્રહણનું અદભૂત દર્શન મુંબઇની શાળા-કોલેજોનાં વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓ કરી શકે અને સૂર્ય ગ્રહણ વિશે તેમને સચોટ અને વૈજ્ઞાાનિક જ્ઞાાન-માહિતી મળે તેવો છે.
સૂર્ય ગ્રહણ દરમિયાન સૂર્ય, ચંદ્ર, પૃથ્વી એક હરોળમાં આવે. આ ખગોળિય ઘટના વખતે કદમાં ચંદ્રનો પડછાયો સૂરજ પર પડે. જોકે કદમાં ચંદ્ર નાનકડો હોવાથી તેનો પડછાયો વિરાટ કદના સૂર્યદેવને સંપૂર્ણપણે નહીં પણ તેના બહુ થોડા હિસ્સાને ઢાંકી શકે. આ પરિસ્થિતિને ખંડગ્રાસ સૂર્ય ગ્રહણ કહેવાય છે. સરળ રીતે સમજીએ તો ચંદ્રનો પડછાયો સૂર્ય પર પડે ત્યારે એક ચોક્કસ ખૂણો બને. આ ખૂણો આખી પૃથ્વીને નહીં પણ અમુક ચોક્કસ હિસ્સાને આવરી શકે. વળી, ચંદ્રના પડછાયાની પણ ચોક્કસ લંબાઇ હોય. આ તમામ પરિબળોને ધ્યાનમાં લઇને સૂર્ય ગ્રહણ પૃથ્વીના કયા કયા ભાગમાં જોઇ શકાશે તે જાણી શકાય છે.