અમદાવાદમાં રાખડતા ઢોરને કાબુમાં રાખવા માટે તંત્ર દ્વારા ઘણી જહેમત ઉઠાવવામાં આવે છે. ઢોરનું રસ્તા પર નિયંત્રણ રાખવા માટે AMC દ્વારા તેમના કર્મચારીઓની નિમણુક થયા છે. પરંતુ AMCના ઢોર અંકુશ ખાતાના SI ઢોર ન પકડવાના રૂ.4500 લેતાં હોવાની લાંચમાં રંગે હાથે પકડાયા હતા.
અમદાવાદ રખડતાં ઢોરના ત્રાસને લઈને ઘણી ફરિયાદ આવતી હોય છે. ત્યારે રખડતાં ઢોર પકડવા મામલે તંત્ર ઊણું ઉતરી રહ્યું છે. તેવામાં AMCનો ઢોર અંકુશ ખાતાનો SI લાંચ લેતા ઝડપાયો હોવાનો મામલો સામે આવ્યો છે. AMC કર્મચારી પિયુષ વ્યાસને ACBએ દબોચી લઇ કાર્યવાહી હાથ ધરી હતી. ACBએ દબોચી લઇ કાર્યવાહી હાથ ધરી હતી.
અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરમાં ફરજ બજાવતા ઢોર અંકુશ ખાતાના એસ.આઈ. દ્વારા રખડતા ઢોરને નહીં પકડવાના રૂ. 4500 લેતો હોવાની જાણકારી મળી હતી. જેને ધ્યાને લઈને ACB એ વોચ રાખી AMCના ભ્રષ્ટ કર્મચારીને લાંચ લેતા ઝડપી પાડ્યો હતો. ACB દ્વારા આ ભ્રષ્ટાચારી કર્મચારીને પકડવા બાજ નજર રાખવામાં આવી હતી. ત્યારે AMC ઢોર અંકુશ ખાતાના SI પિયુષ વ્યાસ નામના શખ્સને લાંચ લેતા રંગે હાથ ઝડપી લેવાયો હતો.