આચારી પનીર કઈ રીતે બનાવવામાં આવે છે. અને તેમાં ક્યાં પ્રકારની સામગ્રીની જરૂર પડે છે. તેના વિશે વિગતે માહિતી મેળવીએ. તો ચાલો જાણીએ કઈ રીતે બનાવવામાં આવે છે આચારી પનીર.
- સૌ પ્રથમ એક બાઉલમાં દહી, પનીરના કયુબ, ગ્રીન અને રેડ કેપ્સીકમ, આચારી મસાલો, ચીલી ફલેકસ, મરી પાઉડર, શેકેલા જીરાનો પાઉડર, કોર્નફલોર, મીઠુ, અને કાશ્મીરી લાલ મરચુ ઉમેરી મિશ્રણને હલાવી પનીરને આશરે 20 મિનીટ સુધી મેરીનેટ થવા મુકી દો.
- હવે અન્ય એક પાત્રમાં તેલ અને ઘી ઉમેરો, પછી આદુ- મરચાની ઉમેરી સાંતળી લો.
- ત્યારબાદ શેકેલો અજમો અને સમારેલી ડુગળી ઉમેરી સાંતળી લો. (જો જૈન હોવ તો ડુગળી વગર પણ બનાવી શકશો)
- હવે સમારેલા ટામેટા ઉમેરી મિક્સ કરી લો. પછી કાશ્મીરી લાલા મરચુ અને મીઠું ઉમેરી થોડીવાર ચળવા દો.
- ત્યારબાદ મેરીનેટ થયેલું પનીર ઉમેરી મિક્સ કરી લો.
- તેલ છુટુ પડયા બાદ ક્રિમ ઉમેરી હલાવી દો.
- પછી કસૂરૂ મેથી ઉમેરી હલાવવી.
- ત્યારબાદ સર્વિગ બાઉલમાં લઈ કેપ્સીકમ અને કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો તો તૈયાર છે આચારી પનીર.
પનીર મેરીનેટ બનાવવા માટે જરૂર પડતી સામગ્રી :
- દહી- 1 કપ
- પનીર કયુબ- 100 ગ્રામ
- ગ્રીન એન્ડ રેડ કેપ્સીકમ- 100 ગ્રામ
- આચારી મસાલો- 1 ચમચી
- ચીલી ફલેકસ- ½ ચમચી
- મરી પાઉડર- ½ ચમચી
- કોર્નફલોર- 1 ચમચી
- મીઠુ- જરુરમુજબ
- કાશ્મીરી લાલા મરચુ- 1 ચમચી
આચારી પનીર બનાવવા માટે જરૂરી સામગ્રીઓ :
- તેલ- 2 ચમચી
- ઘી- 1 ચમચી
- આદુ-મરચાની પેસ્ટ-1 ½ ચમચી
- શેકેલો અજમો- 1 ચમચી
- સમારેલી ડુગળી- 1 બાઉલ
- સમારેલા ટામેટા- 1 બાઉલ
- કાશ્મીરી લાલ મરચુ- ½ ચમચી
- ક્રીમ- 3 ચમચી
- કસુરી મેથી- ½ ચમચી
- મેરીનેટ કરેલુ પનીર- 1 બાઉલ